સુરત પોલીસ દ્વારા જુગારીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક જુગારધામ ઝડપાયું છે. કાપોદ્રા પોલીસે હાઈપ્રોફાઈલ જુગારના અડ્ડાનો પર્દાફાશ કરતા 7 ની બે લાખના મુદ્દામાલ સાથે કરાઈ ધરપકડ કરી છે. ત્યાંથી જુગાર રમતા જુગારીઓ સાથે દારૂ મળી આવતા પોલીસે આ મામલે જુગાર અને દારૂના બે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામનો કાપોદ્રા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ તમામ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે,15 દિવસ પહેલા જુગારધામ શરુ કર્યું હતું.
કાપોદ્રા વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝની બિલ્ડીંગના ચોથા માળે કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. પ્રશાંત નામનો વકીલ તેના ત્રણ સાથીદારો સાથે જુગારનો અડ્ડો ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે 2 લાખની કિંમતના મુદ્દામાલ સાથે 7 લોકોની ધરપકડ કરી હતી. પૈસા કમાવવા માટે એક વકીલ અને તેના 3 સાથીદારોએ તેમના ઘરના ચોથા માળે હાઈપ્રોફાઈલ જુગારનો અડ્ડો શરૂ કર્યો હતો.
પ્રશાંત નામનો વકીલ તેના ત્રણ સાગરિતો સાથે આ જુગારધામ ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે 2 લાખની કિંમતના મુદ્દામાલ સાથે 7 લોકોની ધરપકડ કરી હતી. કાપોદ્રા પોલીસે દરોડો પાડતાં જુગારધામમાં જુગારીઓને પીવાની સગવડ પણ આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. ઘરમાંથી દારૂ પણ મળી આવ્યો હતો.