Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લામાં બાઇક ચોરીના ગુનાઓને અટકાવવા માટે પોલીસે રીઢા ગુનેગારો સામે ગેંગ કેસ કરવાનું અભિયાન હાથ ધર્યુ

Share

જિલ્લામાં બાઇક ચોરીના ગુનાઓને અટકાવવા માટે પોલીસે રીઢા ગુનેગારો સામે ગેંગ કેસ કરવાનું અભિયાન હાથ ધર્યુ છે. જેમાં ચોટીલામાં રહેતા 2 શખ્સો અને સાયલાના ધારાડુંગરી ગામનો 1 એક કુલ મળીને 3 આરોપીઓએ 40 થી વધુ બાઇકની ચોરી કરી હતી. આ ત્રીપુટી સામે પોલીસે સાયલા પોલીસ મથકે ગેંગ કેસ દાખલ કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી, જોરાવરનગર, ચોટીલા સહિતના સ્થળોની સાથે રાજકોટ, જસદણ, વાકાનેર, ધ્રોલ, વિરમગામ, ધંધુકા, વલસાડ, ચીખલી, ભરૂચ અને સેલવાસ સહિતના જુદા જુદા સ્થળોએ બાઇકની ચોરી કરીને ચોટીલામાં રહેતા સિરાજ ઉર્ફે ચીન્ટુ મનુભાઇ કાપડીયા અને રાજુ મોહનભાઇ ગીલાણીએ તરખાટ મચાવી દીધો હતો. આ ચોરેલા બાઇક તે ચોટીલાના ધારાડુંગરી ગામે રહેતા રામસીંગ જકશીભાઇ બોહકીયાને વેચવા માટે આપતા હતા. 2020 અને 2021 ના વર્ષમાં તરખાટ મચાવનાર આ ગેંગને જિલ્લાની પોલીસે પકડી લીધા હતા. ત્યારે રેંજ આઇજી અશોકકુમાર યાદવની સુચનાથી ડીએસપી હરેશકુમાર દૂધાતના માર્ગદર્શનથી બાઇક ચોરીના ગુનાઓ સાથે સંડોવાયેલા શખ્સો સામે જિલ્લા એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી તથા તેમની ટીમ દ્વારા કડા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ ત્રીપુટી સામે પોલીસ ગેંગ કેસ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સિરાજ અને રાજુ બંને રાજયના અલગ અલગ સ્થળોએ પહેલા બાઇકની રેકી કરતા હતા. જેમાં ખાસ કરીને બસસ્ટેશન, હોસ્પીટલ સહિતના જાહેર સ્થળોએ જઇને ડુપ્લીકેટ ચાવીને મદદથી બાઇકની ચોરી કરતા હતા અને તે બાઇક વેચવા માટે રામસીંગને આપતા હતા. પોલીસે આ જે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે તેમણે અગાઉ 21 બાઇક ચોરીની પણ કબુલાત કરી હતી.આ કેસની વધુ તપાસ સાયલા પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-જીઆઈડીસી ખાતે બાયસિકલ કલબ દ્વારા ફિટ ઇન્ડિયા અને પર્યાવરણની જાળવણી ના સંદેશ સાથે સાયક્લોથોન યોજાઈ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના બાવાગોર દરગાહ ખાતે વાર્ષિક ઉર્સ મનાવાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!