વડોદરાના અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનની અછત જોવા મળી છે. વડોદરામાં 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએચસી સેન્ટરો છે જયાં વેક્સિનનો પુરતો જથ્થો જ નથી. વેક્સિન ખૂટી પડતા લોકોને ધક્કા સેન્ટરો પર ખાવા પડી રહ્યા છે.
વડોદરામાં પણ વેક્સિનની અછત અન્ય જિલ્લાઓ અને શહેરોની જેમ જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં લોકો વેક્સિન લેવા માટે આવે છે પરંતુ તેમને વીલા મોંએ પાછા ફરવું પડશે. વેક્સિનની અછત રાજ્યભરમાં છે ત્યારે જ્યાં સુધી વેક્સિનનો જથ્થો નવો નહીં આવે ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ લોકોની રહેશે.
ખાસ કરીને પ્રથમ અને બીજો ડોઝ લોકોએ લીધો છે ત્યારે ત્રીજા ડોઝ માટે લોકો વેક્સિન સેન્ટર સુધી પહોંચી રહ્યા છે. નવા ઓમિક્રોન વેરીયન્ટની દહેશત વચ્ચે વેક્સિનનો જથ્થો જ વડોદરામાં ખૂટી રહ્યો છે. કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય સરકારે વેક્સિન મંગાવી છે. પરંતુ અત્યારની પરિસ્થિના હિસાબથી વેક્સિન જ નથી. વડોદરામાં અર્બન હેલ્થ સેન્ટર પરથી વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે શહેરના આવા 34 અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન ખૂટી પડી છે જ્યારે 3 પીએચસી સેન્ટરો પર પણ વેક્સિન નથી. બેથી ત્રણ દિવસમાં વેક્સિન આવે તેવી શક્યતા છે.
અગાઉ આરોગ્ય મંત્રીએ થોડા દિવસ પહેલા વેક્સિનને લઈને જણાવ્યું હતું કે, 12 લાખ ડોઝ રસીના મંગાવવામાં આવ્યા છે. લોકોની ઉદાસીનતાના કારણે ત્રીજો ડોઝ નથી લેવાયો, ઓક્સિજનનો જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તેને લઈને વ્યવસ્થા કરવામાં આવશે. ભારતની રસી સૌથી સારી સાબિત થઈ છે. રસીકરણ સારુ થવાથી દેશમાં સ્થિતિ સારી છે. તેમ આરોગ્ય મંત્રીએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ત્યારે હજુ સુધી ડોઝ આવ્યા નથી જેના કારણે મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. લોકોને શહોરોની અંદર આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ સહીતના શહેરોમાં પણ છે.