ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ અગાઉ એસટીના પ્રશ્નો અંગે તેમજ હોસ્પિટલના પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત કરી લડત ચલાવતા તેનો ઉકેલ આવ્યો હતો. તંત્ર દોડતું થઈ જ્વા પામ્યું હતું હવે ધારાસભ્ય ચૈતર વસાવા એ જીઇબી કચેરીની મુલાકાત કરી વીજળીના પ્રશ્ને અધિકારીઓનો ઉધડો લેતા જીબી તંત્રમાં ફાફડાટ ફેલાયો હતો.
ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે આજરોજ મારા કાર્યાલય પર મોટી સંખ્યામા ખેડૂતો, સરપંચોએ એમની વેદના અને જીઈબી ના પ્રશ્નો મારી સમક્ષ રજૂ કર્યા છે. ત્યારે અને અમે પોતે પણ આજે જીઈબીમા આવીને જોયું તો મારા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ફુલસર, નામગીર, કણજી, વાંદરી પાનખલ્લા, વાઘ ઉંમર, માથાસર, ચોપડી કંજાલ, દૂથર, બેબાર જેવા ગામો જે ગામો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પાંચ કિલોમીટરની રેન્જમાં છે એવા ગામોમાં છેલ્લા બાર દિવસથી એટલે કે 21 તારીખથી લાઈટ નથી. ત્યારે એવો જવાબ મળે છે કે હું સુરતથી ટીમને બોલાવીશને જોવડાવી લઈશ. છેલ્લા પાંચ વર્ષથી 1029 ખેતીવાડીના કનેક્શનની અરજી પેન્ડિંગ છે. અમે ડીઈ ને પૂછીએ છીએ તો ત્યારે ગ્રાન્ટ નથી એવો જવાબ આપે છે.
આ વિસ્તારમા વીજળીનો મોટો પ્રશ્ન છે.હું સરકારને પૂછવા માગું છું કે મારા ગરીબ આદિવાસીઓને વીજળી બાબતે અન્યાય કેમ થાય છે? એમની સાથે ભેદભાવ કેમ કરવામાં આવે છે? મારી સરકારને અપીલ છે કે અમને મજબૂર ના કરશો. અમારા વીજળીના પ્રશ્નો હલ નહીં કરોતો અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લાબોલ કરીશું અને જ્યાં આખા ગુજરાતને વીજળી મળે છે તે નર્મદા ડેમ પાસે આવેલ થર્મલ પાવરને પણ કબજે કરીશું અને જ્યાં કેનાલમાં પાણી આવે છે નહેર થકી તે નહેરને પણ બંધ કરી દઈશું. એવી ચીમકી આજે ચૈતર વસાવાએ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ગરીબ આદિવાસી ખેડૂતો એમના પ્રશ્નો લઈને અમારી પાસે આવે છે. વીજળી, પાણી વિના એમનો મહામૂલો પાક સુકાઈ રહ્યો છે, બળી રહ્યો છે. ત્યારે મારી સરકારને અપીલ છે કે આ ખેડૂતોનો પાક બચાવી લો, આજે અહીંયા ડીઈ રજા પર ઉતરી ગયા છે, સ્ટાફ નથી આવું કેમ ચાલશે? આવતા અઠવાડિયે સોમવારે હું ફરીથી આવીશ અને આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વીજળીના અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર કરે છે. એવી ફરિયાદ મને મળી છે જેમાં ખેડૂતોના ખેતીવાડીના મીટર બેસાડવાના લાઈટના ટીસીના હપ્તા માંગે છે. અધિકારીઓ નાણા ઉઘરાવે છે આ અંગે ધારાસભ્ય જણાવ્યું હતું કે મને જાણવા મળ્યું છે કે થાંભલા મૂકવાના 1500 રૂપિયા, લાઈન ખેંચવાના ₹2,000 અને મીટર નાખવાના 2500 રૂપિયા લેવાય છે. તેમને પૂછતા જણાવે છે કે એવી કોઈ જોગવાઈ નથી પણ કદાચ માણસો લઈ જતા હશે. જો આ ફરિયાદ સાચી હોય તો આવતા સોમવારે હું ફરીથી આવીશ અને તમામ સ્ટાફને લાઈનમાં ઊભા રાખીશું અને તેમની ઓળખ કરાવીશું અને જો તેમણે ખરેખર પૈસા લીધા હશે તો તમામ પૈસા ખેડૂતોને પાછા અપાવીશું. એવી તેમણે ખાત્રી પણ આપી હતી.
આ પ્રસંગે ખેડૂતોને તેમણે અપીલ પણ કરી હતી કે કે આ વીજળી આપણે પૈસા આપીને ખરીદીએ છીએ. એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. તમારે કોઈને પૈસા આપવાની જરૂર નથી એક તરફ સરકાર ખાનગી કોર્પોરેટ કંપનીઓને વીજળી મફતના ભાવે આપે આપે છે. ગામડાના આદિવાસીઓ બે ગોળા બાળીએ, એક પંખો ચલાવીએ તો ત્યાં વિજિલન્સવાળા સવારે 6 વાગે આવીને રેડ પાડે છે ત્યારે આપણે પણ બધાએ જાગવું પડશે અને એમનો પણ સામનો કરવો પડશે અને આવનાર સમયમાં જ્યારે આપણે નર્મદા થર્મલ પાવર પર કબજો લેવાનો થશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લાબોલ કરવાનું થશે અને નર્મદા કેનાલ પર જઈને કેનાલ બંધ કરવાની ફરજ પડશે ત્યારે બધા મારી સાથે આવજો હું અમે તો આગળ રહીશું અને પહેલા તો અમે દંડા ખાઈશું પણ આ વ્યવસ્થા અમે ચલાવી નહીં લઈએ એવી ગર્ભિત ચીમકી પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉચ્ચારતા અધિકારીઓ ફફડી ઉઠ્યા હતા.
દીપક જગતાપ, રાજપીપલા