Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઘરવિહોણા ૮૦ થી વધુ લોકો માટે રાજકોટ મનપા દ્વારા નિ:શુલ્ક રહેવાની સુવિધા કરાઈ.

Share

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના રાજકોટ શહેરમાં આશ્રયસ્થાન (રેનબસેરા) શાળાનં.10 હોસ્પિટલ ચોક રાજકોટ અસ્તીત્વ ચેરીટેબલ ટ્રસ્ટ ડોરમેટરી, ભોમેશ્વર વાડી શેરી નં.2 રાજકોટ વાત્સલ્ય એજયુકેશન ચેરીટેબલટ્રસ્ટ (સ્ત્રી વિભાગ) અસ્તિત્વ ચેરીટેબલ ટ્રસ્ટ (પુરૂષ વિભાગ) બેડીનાકા આજી નદીના કાંઠે રાજકોટ સત્યનામ રચનાત્મક વિકાસમંડળ મરચાપીઠ જુના ઢોર ડબ્બા રાજકોટ (સ્ત્રી વિભાગ) પ્રાર્થના સહિયર મહિલામંડળ, આજીડેમ ચોકડી જુના જકાતનાકા રાજકોટ વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રામનગર આજીવસાહત 80 ફૂટરોડ વિધાર્થી કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ રાજકોટ ખાતે કાર્યરત છે. આ આશ્રય સ્થાનોમાં ઘરવિહોણાં લોકોને રહેવાની નિ:શુલ્ક સુવિધા ઉપરાંત તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે તેમજ સંચાલક સંસ્થાઓ દ્વારા અન્ય એનઓસી નાં સહયોગથી નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

તમામ આશ્રયસ્થાનોમાં સ્ત્રી અને પુરૂષ વિભાગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત આશ્રયસ્થાનમાં આશ્રય લેનાર લાભાર્થીઓની આરોગ્ય ચકાસણી, બાળકો માટે આંગણવાડી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં માધ્યમથી શિક્ષણની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. આશ્રયસ્થાનોનો લાભ વધુમાં વધુ ઘરવિહોણા લોકો મેળવે તે માટે તા.22/12/2022 થી તા.30/12/2022 દરમિયાન રાજકોટ શહેરના સોરઠીયા વાડી, જીલ્લા ગાર્ડન,આજી ડેમ ચોકડીથી ભાવનગર રોડ તરફ, જુના જકાતનાકા, આજી ડેમ ચોકડી રેન બસેરાની આસપાસ હાલ બહાર ગામથી મોટા પ્રમાણમાં આવેલ લોકોને તથા કિસાનપરા ચોક અને રેસકોર્ષ પાસે દિવસના તથા રાત્રીના સમય દરમિયાન ડ્રાઈવ કરવામાં આવેલ. જેમાં 89 ઘરવિહોણા લોકોને રેનબસેરા અંગે માહિતી પ્રદાન કરી તમામ લોકોને આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરીત કરવામાં આવેલ છે. આ ડ્રાઈવમાં પ્રોજેક્ટ શાખાના આસી. મેનેજર કે.ડી. વાઢેર, સીનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર આર.એ.મુનિયા તેમજ દબાણ શાખાના આસી. મેનેજર ડી. એમ. ડોડીયા, કેપ્ટન પી. જે. બારિયા, તથા વોર્ડઓફીસરઓ તેમજ સંચાલક સંસ્થાઓ જોડાયેલ હતી. હાલ શિયાળાની ઋતું હોઈ ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનનો લાભ લેવા તથા શહેરીજનોને પણ ઘરવિહોણા લોકો જોવા મળે તો આશ્રયસ્થાનની જાણકારી આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ગ્રામ પંચાયતની અપીલને અનુલક્ષીને આજે રાજપારડીનું બજાર સંપૂર્ણ બંધ રહ્યું.

ProudOfGujarat

ઉમરવા ગામે ઘર આંગણે રમતા બાળક ઉપર દીપડાનો ખૂની હુમલો

ProudOfGujarat

અમરેલીના રાજુલા માર્કેટીંગ યાર્ડ સર્કલ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ ઈસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!