“એક ભારત શ્રેષ્ઠ ભારત “કાર્યકમ જીઆઈપીસી એલ ના ઓડીટરિયમ ખાતે યોજાયો હતો. જી.આઈ. પી.સી.એલ ના મેનેજીંગ ડિરેક્ટર એચ.પી.રાવ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિદ્યાભવનસ ના પ્રિ.વૈભવ અગ્રવાલના દોરવણી હેઠળ સમગ્ર કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓ દ્વારા 25જેટલી આબેહૂબ કૃતિઓ રજૂ કરી હતી. વિવિધ ભાષાઓમાં કૃતિ રજૂ કરી હતી. જેમાં ગુજરાતી લાલા અમો લહેરી લાલા, સિનિયર કેજી ના વિદ્યાર્થીઓએ આર્મી થીમ કંધો સે મિલતે હે કંધે, કદમોસે કદમ મિલ્તે હે, હમ ચલતે હે એસે તો દિલ દુશ્મન કે હિલતે હે. મહારાષ્ટ્ર ગણેશજી થીમ, રાજસ્થાન,પંજાબ, વેસ્ટ બંગાળ, અસમ, ઉતરાખંડ,ગોવા, ઈન્ડિયા, હાર્ટફુલનેસ પ્રેક્ટિસ, ફેશન શો વિગેરે થીમો પણ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર કાર્યકમ માઇક્રોસોફ્ટ ટીમ પ્લેટફોર્મ પર લાઈવ કરવામાં આવ્યો હતો. પ્રિ. વૈભવ અગ્રવાલ તેમજ સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી કાર્યકમને સફળ બનાવ્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ તાલુકાના નાનીનારોલી જીઆઇપીસીએલ ખાતે આવેલ ભારતીય વિદ્યાભવનસ ખાતે” એક ભારત શ્રેષ્ઠ ભારત” 22 મો વાર્ષિકોત્સવ યોજાયો.
Advertisement