Proud of Gujarat
Uncategorized

ઝઘડિયા જીઆઇડીસીમાં ઘન કચરો સંગ્રહ કરનારી બેઇલ કંપનીની કામગીરી અટકાવવા માંગ

Share

ઝઘડિયા જીઆઇડીસીમાં ઘન કચરો સંગ્રહ કરનારી બેઇલ કંપનીની કામગીરી અટકાવવા તલોદરા ગામના ગણપતભાઇ પટેલ નામના નાગરીકે લેખિતમાં રજુઆત કરી છે. ઝઘડિયા પ્રાન્ત અધિકારીને કરાયેલ આ રજુઆતની નકલ જિલ્લા કલેક્ટર ઉપરાંત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તેમજ ઝઘડિયા જીઆઇડીસીના પ્રાદેશિક અધિકારીને પણ મોકલવામાં આવી હતી.

રજુઆતમાં જણાવાયું હતું કે આ બાબતે અગાઉ કરેલ રજુઆત સંદર્ભે કોઇ કાર્યવાહી હાથ ધરાયેલ નથી. ઉપરાંત ગ્રામજનો દ્વારા ગત તા.૧૨ – ૯ -૨૨ ના રોજ આવેદનપત્ર આપી કંપનીની આ કામગીરી અટકાવવા માંગ કરવામાં આવી હતી. રજુઆતમાં જણાવાયા મુજબ આ ક‍ામગીરી નિયમ વિરુદ્ધ કરવામાં આવે છે, છતાં કંપનીની આ કામગીરી મનસ્વીપણે કંપની મેનેજમેન્ટ દ્વારા પુર ઝડપથી કરવામાં આવે છે. વધુમાં જણાવાયા મુજબ આ બાબતે અરજદારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી દાખલ કરેલ છે. ઉપરાંત કોઇપણ જાહેર જનતાને સ્પર્શતી હોય એવી કામગીરી કરવી હોય તો જેતે ગ્રામ પંચાયતની ગ્રામસભાની મંજુરી લેવી પડે, જે મંજુરી તલોદરા ગ્રામ પંચાયતની ગ્રામ સભાએ આપેલ નથી, જે અંગેના લેખિત પુરાવા રજુ કરેલ છે. ત્યારે આ વિસ્તારમાં પેસા કાનુન ૧૯૯૬ લાગુ હોઇ, આ પ્રોજેક્ટ ચાલુ કરવા ગ્રામ સભાની મંજુરી લેવાની જોગવાઈ હોય જે કંપનીએ મેળવેલ નથી, એમ રજુઆતમાં જણાવીને કંપનીની કામગીરી અટકાવવા માંગ કરવામાં આવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

નંદોદના પોઇચા નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રીએ લઘુશંકાએ જઈ રહેલી એક બાળકી ખાડકૂવામાં ખાબકતા મોત.

ProudOfGujarat

રાજપીપળા વ્યાજબી ભાવનો દુકાનદાર કાર્ડ ધારકોને ઓછી માત્રામાં અનાજ આપતો હોવાની કલેકટરને ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ શુકલતીર્થ રોડ પર થી ૧૨ થી વધુ શંકાસ્પદ ઓવરલોડ ટ્રકો ખાળખનીજ અને આરટીઓ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!