પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ગ્રામ વિકાસ વિભાગની ગુજરાત લાઈવલી હૂડ પ્રમોશન કંપની દ્વારા તા. ૩૧ ડિસેમ્બરના રોજ કેશ ક્રેડિટ કેમ્પ અને લોન વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં આરંભે જ સ્ટેજ પરના મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરાયું હતું અને મહાનુભાવોને ફળની ટોપલી આપી એ જ ટોપલી આંગણવાડીના બાળકોને અર્પઁણ કરી દેવાઈ હતી.
ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, સરકારી તંત્રમાં વહીવટી સરળતા ખૂબ જ છે. જેના કારણે જુદી- જુદી યોજનાથી મહિલાઓને પ્રોત્સાહન અપાઈ રહ્યુ છે. આ પ્રસંગે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશના પ્રણેતા દિનદયાળજીને યાદ કરી તેમની સમાજ કલ્યાણ નિતીઓને યાદ કરી હતી. સમાજના અંતિમ ચરણના લોકોને પહેલી પંકિતમાં લાવવ માટે સરકાર કટીબ્ધધ છે. ત્યારે આવી યોજનાઓનો સહારે સામાન્ય વ્યકિતઓએ પણ પોતાનું જીવન ધોરણ ઉંચુ લાવવા પ્રયત્નો કરવા જરૂરી છે. કેશ કેક્રિટનો લાભ લેનાર તમામ મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અને આપણા ભરૂચને વધુ વેગવંતુ બનાવવા તમામના સાથ સહકારની અપેક્ષા પણ તેમણે સેવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોષીએ પ્રાસંગિક ઉદબોઘન આપતા જણાવ્યુ કે, કેશ ક્રેડીટ કેમ્પનો મુખ્ય હેતુ એકસમાન વિચારધારા ધરાવતી બહેનો એકહરોળમાં જોડાઈ જુથ થકી આર્થિક રીતે સ્વતંત્ર બને તે છે. જેમને સમયાંતરે આર્થિકવૃધ્ધી માટે સરકાર તરફથી રિવોલ્વીંગ ફંટ સાથે સીઆઈએફ ફંડ આપી તેમજ આત્મનિર્ભર બનાવવા તેમની રૂચીને અનુકૂળ ધિરાણ પુરુ પાડવામાં આવે છે. મહિલા સશકિતકરણ રાજ્યનો પહેલાથી જ અભિગમ રહ્યો છે. સરકારની વિવિધ યોજનાઓ થકી સ્ત્રીઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને એ જ રાજ્ય સરકારનો ઉમદા હેતું છે. ત્યારે સરકારની યોજના થકી રૂચીને અનુકૂળ ધિરાણ લઈ બહેનો આત્મનિર્ભર બનો તેવી અભિવ્યર્થના વયક્ત કરી હતી. સ્ટેજ પરના મહાનુભાવોએ ભરૂચ જિલ્લામાંથી આવેલા ૧૭ જેટલા વિવિધ ગૃપોને ૩૩ લાખ જેટલી માતબર રકમના પ્રતિકાત્મક ચેક વિતરણ કર્યો હતા. જ્યારે ભરૂચ જિલ્લામાં કુલ ૨૦૦ અરજીઓને મંજૂરી આપી અંદાજિત ૩૪૨ લાખની રકમનું ધિરાણ કરાયું હતું.
નિવાસી અધિક કલેકટર એન. આર. ધાંધલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તેમજ બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, અન્ય પદાધિકારીઓ તેમજ લીડ બેંકના મેનેજર અને અન્ય અઘિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ હાજર રહ્યા હતા.