ગુજરાતભરના પશુપાલકો માટે સારા સમાચાર છે કારણ કે અમુલ ડેરી દ્વારા નવા વર્ષે ખુબ જ મોટી ભેટ આપવામાં આવી છે જેને સાંભળીને તમે ખુશ થઇ જશો. ડેરી દ્વારા દૂધના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. જેમા પ્રતિ કિલો ફેટમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 1 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગાય અને ભેંસનું પશુપાલન કરતા બંને માટે ફાયદાકારક સમાચાર છે. જેમાં ભેંસના દુધના પશુપાલકોને 760 મળતા હતા જોકે હવે 780 મળશે. તો બીજી તરફ કિલો ફેટ હવે 800 ચુકવશે તો ગાયના દૂધના કિલોફેટે પ્રતિ લિટરે 0.42 નો વધારો આપી શકાશે તો ભેંસના દુધડના 1.24 થી લઈને 1.44 સુધી વધારો કરવામાં આવ્યો છે.
અમુલ દૂધનો જૂનો ખરીદ ભાવ 780 રૂપિયા કિલો ફેટ હતા ત્યારે હવે દૂધનો નવો ભાવ 800 પ્રતિકિલો ફેટ થયો છે. તેવામાં ગાયના 345.50 હતા જે હવે 354.60 થયો આમ 0.85 નો વધારો કરાયો હતો. તેથી 6 ટકા ફેટવાળા ભેંસના દૂધની નવી ખરીદ કિંમત રૂ.49.42 પ્રતિ લીટર છે. ભેંસના દૂધની કિંમત 1.24 રૂપિયાથી વધારીને 1.44 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. સાત ટકા ફેટવાળા ભેંસના દૂધની નવી કિંમત 57.66 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરવામાં આવી છે. ગાયના દૂધના પ્રતિ લિટર 3.50 ટકા ફેટનો નવો ભાવ વધારીને 33.48 રૂપિયા કરવામાં આવ્યો છે. 4.0 ટકા ફેટ પ્રતિ લીટર ગાયના દૂધની નવી કિંમત 35.30 રૂપિયા છે.