ઉત્તરાયણ પહેલા અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટના ટેક-ઓફ માટે પક્ષીઓની વિમાનના પંખામાં આવી જવાની બર્ડ હીટની ઘટનાને રોકવા માટે સુવ્યવસ્થા કરાઈ છે. બર્ડ હીટને રોકવા માટે નવીનતમ સૌર-સંચાલિત ફેરોઝ લાઇટ ટ્રેપ સિસ્ટમનો સહારો લેવામાં આવ્યો છે. જેનાથી મોટી દૂર્ઘટનાઓ બનતી અટકાવી શકાય છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા માટે આ અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર પક્ષીઓના વિમાનના પંખામાં આવવાથી મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે FLT એ પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી બનાવવામાં આવી છે. સૌર સંચાલિત ફેરોઝ લાઇટ ટ્રેપ પક્ષીઓની હિલચાલને રોકવા માટે ખાસ સિસ્ટમથી મદદ કરે છે. એરપોર્ટ પર આવી અનેક પહેલો અને પ્રયત્નોના પરિણામે 2022 માં પક્ષીઓની ઓવરહિટની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ રીતે કરે છે કામ
જંતુઓ જેમ કે FLT ટ્રેપ્સમાં ફસાઈ જાય છે, જે વિવિધ પક્ષીઓ ખોરાક હોય છે. આ પ્રણાલી મુખ્યત્વે પિંક સ્ટારલિંગ, માયના, ગળી અને સ્વિફ્ટ જેવા પક્ષીઓની હિલચાલને પ્રતિબંધિત કરે છે. આ મુખ્યત્વે એરપોર્ટ પર મોટા પક્ષીઓ હોય છે. ખાસ ડિઝાઇન કરાયેલ FLT તેના રંગ અને પ્રકાશને કારણે જંતુઓ અને તિત્તીધોડાઓને આકર્ષે છે. આ જંતુઓ એરપોર્ટની આસપાસ જોવા મળતા પક્ષીઓનો મુખ્ય ખોરાક છે.