પોરબંદરમાં પી.સી. એન્ડ પી.એન. ડી. ટી. કાયદા અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક નું આયોજન જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી કમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લામાં જન્મ સમયે દીકરીઓના જાતિ પ્રમાણદર અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સોનોગ્રાફી દ્વારા જાતીય ચકાસણી કરતું હોય તો તેની જાણ પી.સી.એન્ડ પી.એન. ડી. ટી. સેલ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત પોરબંદરના ઇ મેઇલ pcpndtporbandar@gmail.com અથવા સરકારના બેટી વધાવો પોર્ટલ પર ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી હતી. તેમજ ભવિષ્યમાં સમાજમાં દિકરા – દીકરી વચ્ચેનો ભેદભાવ દૂર થાય તે હેતુથી વિવિધ આઇ. ઇ.સી. પ્રવૃતિ ઓ કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત પો.એન. ડી.ટી. અંતર્ગત રજિસ્ટર્ડ હોસ્પિટલ / ક્લિનિક ખાતે ડિકોઈ ઓપરેશન હાથ ધરવા અને સગર્ભાનું જાતીય પરીક્ષણ કરતા કલીનિકો સામે કડક પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.એમ.દેવ, કમિટીના ચેરપર્સન ડો. સુરેખાબેન શાહ, કમિટીના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.