ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે ૪૮ વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી ભરૂચના પાલેજથી અંકલેશ્વરના પાનોલી સુધીના વિસ્તારમાં અનેક સ્થળે છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત તો અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે, તેવામાં વધુ એક ઘટના સામે આવી છે.
અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ ઉપર આવેલ તિરંગા હોટલ નજીક પાસે આજે સવારે એક સરકારી એસ.ટી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા એસ.ટી બસ રસ્તા ઉપરથી સાઇડ પર ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો, સર્જાયેલ અકસ્માતની ઘટનામાં બસમાં સવાર અનેક મુસાફર પેસેન્જરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતના પગલે એક સમયે હાઇવે વિસ્તારમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા કે બાદ પોલીસે સ્થળ દોડી જઈ બસને ક્રેનની મદદથી બહાર કાઢવાની તજવીજ હાથધરી ટ્રાફિકને ખુલ્લો મૂકવાની કામગીરી હાથધરી હતી.
હારુન પટેલ : ભરુચ