જૂનાગઢના જગમાલ ચોક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા અગ્રણીઓએ ગૃહરાજ્ય મંત્રીને મળીને લેખિત રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરી તેની અમલવારી થાય તે લોકોના હિતમાં રહેશે. જુનાગઢ મહાનગરના સુખનાથ ચોકથી જગમાલ ચોક સુધીમાં જૈન ઉપાશ્રય જૈન ભવન જિનાલય આણંદજી કલ્યાણજી પેઢીની ઓફિસ વિસાશ્રીમાળી વાડી સહિત અનેક જૈનોના તથા હિન્દુઓના પવિત્ર સ્થળો આવેલા છે ત્યારે આ વિસ્તારમાં અશાંત ધારો તાત્કાલિક લાગુ કરી તેની ચુસ્ત અમલવારી થાય તે જરૂરી છે. ગત તારીખ 27.12.2022 ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મળીને જુનાગઢ જિલ્લાના અગ્રણી વીએસ રામાણી જુનાગઢ તપ ગચ્છ સંઘના પ્રમુખ દિનેશભાઈ શેઠ સહમંત્રીઓ અશ્વિનભાઈ અવલાણી અશોકભાઈ ટોળીયા તપ ગચ્છ સંઘના ટ્રસ્ટીઓ યોગેશભાઈ શેઠ હિતેશભાઈ સંઘવી દિનેશભાઈ ભાયાણી વિરલભાઈ બાવીસી સહિતના અગ્રણીઓએ આ બાબતે લેખિતમાં મુદ્દાસર રજૂઆત કરી હતી. આ તકે ગૃહ રાજ્ય મંત્રીએ સાનુકૂળ પ્રતિભાવ આપી યોગ્ય કરવાની ખાતરી આપી હતી. આ બાબતે જૂનાગઢના ધારાસભ્ય અને કલેકટરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેમ અગ્રણીઓએ જણાવ્યું હતું.
જૂનાગઢના જગમાલ ચોક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત
Advertisement