Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અંતર્ગત રૂરલ કેમ્પનું આયોજન કરાયું.

Share

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફથી દર વર્ષે રૂરલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રૂરલ કેમ્પમાં એમ.એચ.આર.એમ/એમ.એસ.ડબલ્યુ માં અભ્યાસ કરતા પહેલા વર્ષના વિદ્યાર્થીઓને રૂરલ એક્સપોસર, ટીમવર્ક, ગ્રુપ લિવિંગ વગેરેનું કૌશલ્ય આપવામાં આવે છે.

આ વર્ષે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફથી પ્રોફેસર (ડૉ.) અંકુર સક્ષેના અને ડૉ. નબીલા કુરેશીના માર્ગદર્શન હેઠળ જુનિયર એમ.એચ.આર.એમ ના વિદ્યાર્થીઓએ “પરામર્શ” નામે રૂરલ કેમ્પમાં નેત્રાંગ તાલુકાના બીલોઠી, કાકડ કુઈ, મોટા જાંબુઆ, રાજવાડી, મોઝા, જૂની જમુની, કોચબાર, મૂંગજ, ધોલેખામ જેવા ગામોમાં જઈને સોશિઓ ઇકોનોમિક અને વિધવા પેન્શન યોજનાના મુદ્દાને લઈને સર્વે કરવામાં આવ્યો છે સાથે જ નેત્રંગ વનવિભાગ કચેરી ખાતે વિદ્યાર્થીઓએ વિવિધ મુદ્દાઓ જેમ કે ઘરેલુ હિંસા, એનિમિયા, પર્યાવરણની સુરક્ષા, બેટી બચાઓ-બેટી પઢાઓ, વિધવા સહાય યોજના અને નારી સંરક્ષણ જેવા મુદ્દાઓ ઉપર નાટ્ય રૂપાંતરથી ઉપસ્થતી સ્થાનિકો અને વિધાર્થિનીઓને જાગૃત કર્યા હતા. આ રૂરલ કેમ્પ તા.૨૬/૧૧/૨૦૨૨ થી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

આ પ્રસંગે નેત્રંગ પોલીસ સબ ઇન્સપેક્ટર શક્તિસિંહ ચુડામસા, નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ જિલ્લા પ્રમુખ અને વિશ્વ ગુજરાતી સમાજ ભરૂચ જિલ્લા મીડિયા ઈનચાર્જ બ્રિજેશકુમાર પટેલ, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફથી પ્રોફેસર (ડૉ.) અંકુર સક્ષેના અને ડૉ. નબીલા કુરેશી, સ્થાનિકો, તથા પ્રાથમિક કન્યા શાળાની ધોરણ ૫ થી ૮ ની વિદ્યાર્થીનિઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકા પોલીસ મથક ની હદ માં આવેલ એક ગામ માં રહેતી સગીરા ને લગ્ન ની લાલચ આપી દુસ્કર્મ આચરનાર શખ્સ ને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો..

ProudOfGujarat

અંકલેશ્વર ખરોડ ચોકડી પાસેથી શંકાસ્પદ જવલનશીલ ઓઇલ ભરેલ ટેન્કર સાથે બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

દેડીયાપાડાના પાટડી ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના” પાંચમાં તબક્કાનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!