ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ખાતે ગ્રામ પંચાયતના મકાનનું આજરોજ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ કંપનીના સહયોગથી અને ગ્રામ પંચાયતના ફંડમાંથી રૂ.૨૫ લાખ જેટલી રકમના ખર્ચે ગ્રામ પંચાયત ભવન બનાવવામાં આવ્યું છે. આ નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીમાં કોન્ફરન્સ રૂમ, પ્રોજેક્ટર, કોમ્પ્યુટર તથા તલાટી અને સરપંચ માટે અલગ-અલગ ઓફિસોનું આયોજન કરવામાં આવ્યું છે. રૂપિયા ૨૫ લાખ જેટલા ખર્ચે બનેલ ગ્રામ પંચાયત કચેરીમાં ડીસીએમ કંપની દ્વારા ૧૫ લાખ રૂપિયાની સીએસઆર એક્ટિવિટી હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પંચાયત ભવનનું ઉદઘાટન આજરોજ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના અધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement