ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્ષ ૨૦૨૨ અંતર્ગત ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ સીટીઝન પરસેપ્શન સર્વે માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન
જામનગર શહેરની પ્રખ્યાત ‘ દિગજામ’ મીલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના એકઝીકયુટીવ ડાયરેક્ટર અજયકુમાર અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સેમીનારમાં જામનગર મહાનગરપાલિકાનાં ઇ.ચા નાયબ કાર્યપાલક ઇજનેર હિમાંશુ જેઠવા દ્વારા સંપૂર્ણ વિગત સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તકે મ્યુ.સભ્ય શ્રી જશુબા અનીરુધસિંહ ઝાલા તથા કંપનીના અધિકારી આર કે તિવારી (વાઈસ પ્રેસિડેન્ટ વર્કસ), સંજવ જોષી ( એકઝીકયુટીવ વાઈસ પ્રેસિડેન્ટ સેલ્સ & માર્કેટીંગ), સતીશ શાહ (સી એફ ઓ),શ્રી જયેશભાઈ મહેતા (મેનેજર પી. એન્ડ એ),જે કે દસ્વાલ (જી એમ પ્રોડક્શન & પ્લાનીંગ), વી કે ગોએલ (જી એમ પ્રોડક્શન), આનંદસિંઘ (ડીજીએમ), જયેશભાઈ શાહ (ડીજીએમ), જીતેન્દ્ર શર્મા (જીએમ ડીઝાઇન & ડેવલપમેન્ટ), સી એલ વસીયર(ડીજીએમ) તથા અન્ય કર્મચારીઓ તેમજ કંપનીમાં પ્રવૃત યુનીયનના આગેવાનો, જામનગર મહાનગરપાલિકાનાં આસી.ઇજનેરો અશ્વિન ગોજીયા, સાગર ટાંક, એસ એસ આઈ રાજેશ માધવાચાર્ય વિ. ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરની દિગ્જામ મિલ ખાતે સીટીઝન પરસેપ્શન સર્વે માટે માર્ગદર્શન સેમિનાર યોજાયું.
Advertisement