Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અલગ અલગ કુલ-૪ ગુનાઓમા નાસતા ફરતા રીઢા આરોપીને દબોચી લેતી સુરત જીલ્લા એલ.સી.બી.

Share

સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા મિલકત સબંધી તથા વાહન ચોરીના ગુનાઓ બનતા હોય જેથી આવા વણ શોધાયેલા ગંભીર ગુનાઓ શોધી કાઢી તથા આવા ગુનાઓ બનતા અટકાવવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેથી બી.ડી.શાહ.પોલીસ ઇન્સપેક્ટર. એલ.સી.બી સુરત ગ્રામ્ય નાઓએ સરુત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી પોલીસ અધીકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી જરૂરી દીશા સચુન અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક આઉટ કર્યું હતું.

ઉપરોક્ત સુચના આધારે એલ.સી.બી.શાખાના પોલીસ અધીકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો સુરત જીલ્લા વિસ્તારમાં ચોક્કસ દીશામા વર્કઆઉટ કરી પેટ્રોલીંગમા હતા. જે દરમ્યાન એલ.સી.બી શાખાના પો.સ.ઈ એલ.જી.રાઠોડ. તથા પો.કો અલ્તાફ ગફુરભાઈને તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળેલ હતી કે માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરી અને અન્ય અલગ અલગ ગુનામાં નાસ્તો ફરતો આરોપી કૈલાશ લેહરૂલાલ માલી રહે.દસ્તાન, ઉ.વ.૨૮ ધંધો –વેપાર રહે.રાજમંદીર સોસાયટી, મકાન નં- ૬૧, દસ્તાન, તા.પલસાણા જી.સરુત મળુ રહે.ગોરેલાકુવા તા.થાના-આમેઠ જી.રાજસમદ (રાજસ્થાન) જે અમદાવાદથી મુંબઈ જતા ને.હા- ૪૮ ઉપર આવેલ કામરેજ ચાર રસ્તા ઓવરબ્રીજના મુંબઈ તરફના નાકા પાસે વાહનની રાહ જોઈ ઉભેલ છે. જેણે ક્રીમ કલરનુ આખી બાયનુ શર્ટ તથા ગ્રે-કથ્થઈ કલરનુ પેન્ટ પહેરેલ છે. જે બાતમીવાળી જગ્યાએ જઈ આરોપીને દબોચી લઈ આરોપીની સઘન ઉલટ પૂછપરછ કરતા પકડાયેલ આરોપીએ પોતે માંગરોલ પોલીસ સ્ટેશન તથા પલસાણા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓમા નાસતો ફરતો હોવાની કબુલાત કરતા જે બાબતે ખરાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરી માંગરોલ પોલીસ સ્ટેસનને કબ્જો સુપ્રત કર્યો હતો. કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા માંગરોળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન માં યુવાન ને મારમારી ને પોલીસે નિર્દયતા નો પરીચય આપ્યો છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે કાનમ મારવાડી વરકણ સમાજનું સ્નેહમિલન સમારંભ યોજાયો.

ProudOfGujarat

ઉમલ્લાના યુવક સાથે પચાસ હજાર ઉપરાંતની ઓનલાઇન છેતરપિંડી થતાં પોલીસમાં ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!