કોરોનાની સંભવિત લહેરને ધ્યાને લઈ માંગરોળ તાલુકા મથકે આવેલ રેફરલ હોસ્પિટલ તથા ઝંખવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝંખવાવ ખાતે સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી તેમજ માંગરોળ તાલુકા મથકે સુરત જિલ્લા પંચાયત મહિલા બાળ કલ્યાણના ચેરમેન નયના સોલંકીના હસ્તે ઓકસીજન પ્લાનનું મોકડ્રિલ યોજાયું. તેઓએ જણાવ્યુ કે કોરોનાની સંભવિત લહેરને ધ્યાને લઈને હોસ્પિટલ તથા તાલુકાના તમામ સામુહિક કેન્દ્રો, ખાતે ઓકિસજન પ્લાન્ટોનું ટેસ્ટીંગ, વેન્ટીલેટરોનું ટેસ્ટીંગ, મેડીસીન, માસ્કના જથ્થાની ઉપલબ્ધતા, નર્સીગ સ્ટાફને તાલીમ બધ્ધતા અંગેની ચકાસણી સહિત મોકડ્રીલમાં આવરી લેવામાં આવી હતી. તેમજ બેડની સુવિધાઓ પણ તપાસી હતી. આ મોકડ્રિલમાં માંગરોળ તાલુકાના ટી.એચ.ઓ.સમીર ચૌધરી, સુપ્રિટેન્ડન ડો.રાકેશ પટેલ, ડો.કપિલ ગર્ગ, દિનેશ ચૌધરી તેમજ સ્ટાફગણ મોકડ્રીલમાં હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ