મંગળવારે 6 વિદ્યાર્થીઓએ તેમના સિનિયર્સ દ્વારા પટ્ટા-ચંપલ અને રબરની પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કૉલેજના ડીન અને પી.જી.ના ડારેક્ટરને કરવામાં આવી હતી. ત્યારે બીજે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના ગઈકાલે બની હતી તેને લઈને મામલો ઉગ્ર બનતા હવે ડીને સમગ્ર મામલો એન્ટી રેગિંગ કમિટીને સોંપ્યો છે. જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ થયું હોવાનું સામે આવ્યું હતું ત્યારે સિનિયર સામે ફરીયાદ લેખિતમાં કરી હતી. આ સમગ્ર મામલે માર મારવાની અને લાફો મારવાની ઘટના પણ સામે આવી હતી.
અમદાવાદની BJ મેડિકલ કોલેજમાં પીજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિઓ સાથે રેગિંગની ઘટના બની છે. જેથી સિનિયર વિદ્યાર્થીઓ સામે છ વિદ્યાર્થીઓએ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.
રેસિડેન્ટ ડોક્ટરોએ રેગિંગની ફરિયાદ કરી છે. આર-3 ના વિદ્યાર્થીઓ દ્વારા માનસિક અને શારીરિક સતામણી કરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ડીને જણાવ્યું કે તેમને લેખિતમાં ફરિયાદ મળી છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે તેણે શીટઅપ, પ્લેન્ક, સ્ક્વોટ્સ કરાવવામાં આવે છે. તેમને થપ્પડ મારવામાં આવે છે, બેલ્ટ અને જૂતા વડે મારવામાં આવે છે તેવી ફરિયાદો ઉઠી છે. બીજે મેડિકલ કોલેજના ડીને ફરિયાદ વિશે મીડિયાને જણાવતા કહ્યું કે, આ મામલે રેગિંગ કમિટીને તપાસ સોંપવામાં આવી છે.
થપ્પડ મારવાના કારણે બે વિદ્યાર્થીઓને બહેરાશ આવી હોવાનું પણ ગઈકાલે સામે આવ્યું હતું. ઓર્થોપેડિક્સ વિભાગના આ વિદ્યાર્થીનીઓ સાથે થઈ રહેલા આ પ્રકારના વર્તન સામે કોલેજે રીપોર્ટ રેગિંગ કમિટીને સોંપ્યો છે.