સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે પરંતુ આ કોરોનાને કારણે સુરતના ઉદ્યોગોને ફાયદો થઇ શકે તેમ છે કારણ કે કાપડ ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં સુરતમાં ચાલી રહ્યો છે. ચીન બાદ સૌથી વધુ કાપડની નિકાસ કરતો દેશ ભારત છે. એવામાં ચીનને કારણે ભારતને મોટો ફાયદો મળવાની શક્યતાના જોવા મળી રહી છે.
ખાસ કરીને ચીનમાં નવા કોરોના વેરિયંટને કારણે કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે તેવામાં કોરોનાને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો મળવાની શક્યતાઓ વેપારીઓ માની રહ્યા છે. ચીનમાં કોરોનાના ઉછાળાને કારણે ત્યાંના ઘણા ખરા ઉદ્યોગો બંધ થઇ ચુક્યા છે અને કેટલાક ઉદ્યોગો બંધ થવાને આરે છે. તેવામાં વિશ્વમાં જુદા-જુદા દેશોમાં સપ્લાઈ અટકવાને કારણે હવે અન્ય દેશોની ભારત સામે અપેક્ષા વધી રહી હોય તેવું કાપડના વેપારીઓનું માનવું છે.
ચાઈના બાદ વધારે લેબર ભારત પાસે છે જેના કારણોસર સૌથી વધુ દુનિયાની નજર ભારત પર મંડરાઈ રહી છે. જેના કારણે એક સુરતના વેપારીઓ પર વધૂ ફોકસ રાખવામાં આવે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. એક તરફ વાત કરવામાં આવે તો આ ઉદ્યોગો પર કોરોનાની અસર થઇ શકે તેમ છે બીજી તરફ લગ્નની સીઝન છે તેના કારણે વેપાર ધંધામાં વધારો જોવા મળી રહ્યો છે તેવામાં 50 ટકા કેસો વધારો થઇ શકે તેમ છે.