Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામે છ વર્ષની બાળકી સાથે આધેડ દ્વારા દુષ્કર્મ આચારવામાં આવતા ચકચાર

Share

સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામે છ વર્ષની બાળકી સાથે આધેડ દ્વારા દુષ્કર્મ આચારવામાં આવ્યું છે. આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. મળતી વિગત અનુસાર, 23 મી ડિસેમ્બરના રોજ બાળકી શાળાએથી છૂટી અને ઘરે પરત આવી રહી હતી. તે દરમિયાન આશરે 55 વર્ષના આધેડ દ્વારા તેને લાલચ આપી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. આ મામલે પોલીસને પણ પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે.

બાળકીના પિતા ડ્રાઇવીંગનો ધંધો કરે છે, ત્યારે બહાર હોવાના પગલે બાળકીની માતાને આ બાબતની જાણ થતા કે, તેમની પુત્રી સાથે દુષ્કર્મ થયું છે. તે બાબતની વિગતો માતાને મળતા માતા બેહોશ થઈ ગયા હતા. ત્યારે પિતા ડ્રાઇવિંગ કરી અને 25 ડિસેમ્બરના રોજ સવારે ઘરે પરત આવ્યા તે સમયે પરિવારજનો દ્વારા જે બાળકી સાથે ઘટના બની હતી. તેની સમગ્ર વિગતો પિતાને જણાવવામાં આવી હતી. ત્યારબાદ બાળકીના પિતા દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળકીની તબિયત લથડતી જવાથી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ મામલે પોલીસ તંત્ર દ્વારા પણ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલમાં વિવિધ પ્રકારના બાળકીના તથા આધેડના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. આ મામલે 181 અભયમ ટીમ દ્વારા પણ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તાત્કાલિક પણે છ વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારનારા આધેડની અટકાયત કરવામાં આવી છે. આ મામલે પણ અભયમ ટીમ દ્વારા આધેડ સામે પગલાં ભરવામાં આવે તે અંગેની તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. આ મામલે લખતર પોલીસ મથકના પીએસઆઇ, સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકના પીઆઇ, ડીવાયએસપી સહિતનો સ્ટાફ મોડી રાત સુધી હોસ્પિટલમાં જ્યાં બાળકીને સારવાર માટે રાખવામાં આવી છે. ત્યાં પહોંચીને પરિવાર સાથે અને ડૉક્ટરી ટીમ સાથે વિવિધ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે. આ અંગે વિવિધ પ્રકારની માહિતીઓ પણ પોલીસ તંત્ર દ્વારા મેળવવામાં આવી છે. પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી અને નરાધમીને કડક સજા મળે તે અંગેના તમામ નક્કર પુરાવાઓ એકઠા કરવામાં પોલીસે તપાસ આદરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય.

ProudOfGujarat

સાગબારા તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડ માજ એક સામાજિક કાર્યકર ની પિટાઇ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ

ProudOfGujarat

સુરત:- લોકભાગીદારીથી નવનિર્મિત ગોડાદરા પોલીસ સ્ટેશનનું ગૃહરાજયમંત્રીએ કર્યું લોકાર્પણ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!