આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં અદ્વિતીય વૃદ્ધિ જોવાઈ રહી છે- જેને ‘રિવેન્જ ટ્રાવેલિંગ’ તરીકે ઓળખવામાં આવે છે, પરિણામે અમને પ્રવાસ વીમાની વધુ માંગ સર્જાવાની ધારણા છે. આ વલણને અનુરૂપ ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે રેડિયો વનના #1 ટ્રાવેલ શો – ‘ગેટ સમ સન’ સાથે સહયોગ કર્યો છે. આ ફ્લેગશિપ શોમાં ઊર્જાવાન બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહને જોડવામાં આવ્યો છે, જે વૈશ્વિક સ્તરે તેની ટ્રાવેલ બકેટ લિસ્ટ વિશે વાત કરવા અને તેના પ્રખર અનુભવો શેર કરવા માટે પોતાનો અવાજ આપશે.
આ પ્રોપર્ટી સાથે જોડાવાનું રણવીરનું આ છઠ્ઠું વર્ષ છે. આ શોને રેડિયો વનના હોસ્ટ – હૃષિ કે દ્વારા હોસ્ટ કરવામાં આવશે. કંપનીનો ઉદ્દેશ્ય ભારતના મુખ્ય મેટ્રો શહેરોમાં ખૂબ જ વિશિષ્ટ શ્રોતાઓ સુધી પહોંચીને રેડિયો પ્લેટફોર્મ દ્વારા તેના આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રોડક્ટ વિશે જાગૃતિ વધારવાનો છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે વિશ્વભ્રમણ કરનારા 94 ટકાથી વધુ લોકો તેમના પ્રવાસ માટે પ્રવાસ વીમો ખરીદે છે – જે ‘સેફ્ટી-ફર્સ્ટ’ પ્રવાસીઓની નવી શ્રેણીને વૃદ્ધિ આપે છે.
નવી કેમ્પેઈન વિશે બોલતા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના હેડ-માર્કેટિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન અને સીએસઆર શીના કપૂરે જણાવ્યું હતું કે, “આજે વધુને વધુ લોકો બિઝનેસ અને આરામદાયક બંને માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર તરફ પાછા વળી રહ્યા છે. પ્રવાસના આ વલણમાં વધારો થવાને કારણે કેન્સલેશન અને વિઝા રિજેક્શનની સંખ્યામાં વધારો થયો છે. આથી, અમે લોકોના પ્રવાસના ચેકલિસ્ટમાં મૂળભૂત વસ્તુ તરીકે પ્રવાસ વીમાના મહત્વને વધારવા માંગીએ છીએ. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પ્રાયોજિત ‘ગેટ સમ સન’ પર સૂત્રધાર તરીકે રણવીર સિંહ સાથે, અમે દેશના પ્રવાસીઓને તેમના પ્રવાસના સમયમાં રક્ષણ માટે નિવારક પગલાં લેવા અને કવર કરવા વિનંતી કરીએ છીએ જેથી તેઓ એકીકૃત અને ચિંતામુક્ત અનુભવ મેળવી શકે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેની શરૂઆતથી જ રેડિયો શો ‘ગેટ સમ સન’ સાથે સંકળાયેલી છે. આ શો ઓફિસ જતા લોકો અને એક્ઝિક્યુટિવ્સમાં સારી લોકપ્રિયતા ધરાવે છે, જેમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે એક મહત્વપૂર્ણ ટાર્ગેટ ગ્રુપનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડ પ્રવાસ વીમામાં અગ્રણી વીમાદાતાઓમાંની એક છે જે દરેક વ્યક્તિની જરૂરિયાતોને અનુરૂપ કવરેજ અને યોજનાઓ પ્રદાન કરે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો પ્રવાસ વીમો પાંચ લાખ અમેરિકન ડૉલર સુધીના તબીબી કવર સાથે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળની ખાતરી આપે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની વિવિધ ઑફર ત્રણ મહિનાથી 85 વર્ષ સુધીના પ્રવાસીઓને પૉલિસી ઈશ્યુ કરવા માટે કોઈપણ તબીબી તપાસ વિના આવરી લે છે. આ પોલિસી તમારી સુરક્ષાને આવરી લે છે અને તમારા પરિવારને માટે મૂલ્યવર્ધિત સેવાઓ પ્રદાન કરે છે. વધુ વિગતો માટે, https://www.icicilombard.com/travel-insurance?source=prodcategory&opt=travel#products ની મુલાકાત લો
સુચિત્રા આયરે