અમદાવાદમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે ફરીથી ડ્રગ્સ વેજલપુર વિસ્તારમાં પકડાયું છે. અગાઉ પણ વેજલપુરમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. શહેરના વેજલપુરમાં MD ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે નશીલા પદાર્થો સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે. ફિરોઝ પઠાણ નામના આરોપીએ કબૂલાત કરી છે કે તે છૂટક વેચાણ માટે એમડી ડ્રગ્સ લાવ્યો હતો.
એકબાજુ ડ્રગ્સ મામલે સકંજો કસવામાં આવી રહ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા નવો પ્લાન બનાવાઈ રહ્યો છે ત્યારે બીજીબાજુ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સની ધરપકડનો સિલસિલો હજુ પણ ચાલુ છે. વેજલપુર વિસ્તારમાંથી ફરી એકવાર 2.26 લાખની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસના હાથે લાગેલા ફિરોઝ પઠાણ નામના આરોપીએ કબૂલાત કરી છે કે તે છૂટક વેચાણ માટે એમડી ડ્રગ્સ લાવ્યો હતો. હાલ પોલીસ મુખ્ય સૂત્રધાર નઈમ ફરારને પકડવા માટે પણ કમર કસી છે.
ખાસ કરીને અમદાવાદમાં તેમજ અન્ય શહેરોની અંદર ડ્રગ્સ પકડવાના બનાવો બની રહ્યા છે. અગાઉ ગુજરાતમાં તબેલાની આડમાં ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. વડોદરામાં ડ્રગ્સ માટેનું કેમિકલ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ ડ્રગ્સ પકડવા મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
થોડા દિવસો પહેલા શહેરના રામોલ વિસ્તારમાં જનતા નગરમાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું હતું. બંને વેપારી છેલ્લા એક વર્ષથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. બાતમી આધારે કાર્યવાહી કરતા, SOGએ બંને આરોપીઓની 124 ગ્રામ એમડી ડ્રગ્સ અને 12 લાખ રૂપિયા સાથે ધરપકડ કરી હતી. ત્યારે ફરી વેજલપુરમાં ડ્રગ્સ ઝડપાયું છે. તેમાં પણ એમ.ડી. ડ્રગ્સ વધુ હથ્થે લાગી રહ્યું છે.
SOG દ્વારા ઝડપાયેલા અગાઉના આરોપીઓ મુંબઈની એક મહિલા પાસેથી ડ્રગ્સ લાવીને લોકોને બમણા ભાવે વેચતા હતા. આમ ડ્રગ્સ મામલે પોલીસ દ્વારા ફક્ત સરહદો પર નહીં પરંતુ શહેરોમાં પણ કડકાઈ દાખવવામાં આવી રહી છે.