વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ પર આવેલા કરજણ – લાકોદરા વચ્ચે એક કારમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. વડોદરા તરફ જઈ રહેલી કારમાં આગ લાગતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં કાર ભડકે બળવા લાગી હતી.
આગની ઘટનાની જાણ થતા ટોલ પ્લાઝાના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ટોલ પ્લાઝાના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા હાશકારો અનુભવ્યો હતો. કારમાં આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું. કારચાલક કાર મૂકીને ભાગી છૂટયો હતો.
યાકુબ પટેલ..કરજણ
Advertisement