રાજકોટ તાલુકાના ઉપલેટા નજીક એક એસટી બસને અકસ્માત નડ્યો હતો અહીં ગઢડાથી ઉપલેટા તરફ બસ જઈ રહી હતી તે દરમિયાન વળાંકમાં બસ ખુલ્લા વોંકળામાં ખાબકી હતી. બસ ચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાને કારણે ઘટના બની હતી. આ બનાવને પગલે બસમાં સવાર 25 જેટલા વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઇ ગયા હતા. જોકે સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી.
વહેલી સવારના સમયે અકસ્માતના કારણે વિદ્યાર્થીઓ સહિતના લોકોએ દેકારો મચાવી દીધો હતો.દિવસની શરૂઆત જ લોકો માટે ભય વચ્ચે થઇ હતી.બસ ખુલ્લા વોકળામાં ખાબકવાને કારણે બસ આડી થઈ ગઈ હતી.જેથી બસમાં સવાર લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. આ અકસ્માત થતા માંડ માંડ બચ્યા હોય તેવું લાગી રહ્યું છે.
ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળાઓ પણ ઉમટી પડ્યા હતા લોકોએ પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી. વોકળા ઉપર કોઈ સંરક્ષણ દીવાલ ન હોવાને કારણે બસ રોકાઈ ન હતી અને ખાલિયામાં ખાબકી હતી.
આ અંગે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અહીં વોકળા પર કોઈ સંકરક્ષણ દીવાલ ન હોવાને કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે. જોકે હવે જોવાનું રહેશે કે પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવશે કે કેમ ત્યારે આ બનાવને લઈને વિદ્યાર્થીઓમાં ભય બેસી ગયો હતો.