પાટણ જીલ્લાના રાધનપુર ખાતે યોગ શિબિર યોજાઈ સદ ભાવના સેવા સંસ્થા દ્વારા પાટણ જીલ્લાના રાધનપુર માં યોગ શિબિર યોજાઈ રાધનપુર માં સદભાવના સેવા સંસ્થાન તથા ૐ યોગા ગૃપના સંયુક્ત ઉપક્રમે તારીખ 20 / 12 / 22 થી 24 / 12 / 22 સુધી યોગ શિબિર કચ્છ વાગડ લોહાણા મહાજન વાડીમાં યોજાઈ હતી આ કાર્યક્રમ માં ૐ યોગા ગ્રુપના યોગા ટ્રેનર નિકેતાબેન પરેશભાઈ દરજી ( ગુજરાત સ્ટેટ યોગા બોર્ડ ) દ્વારા યોગ કરાવવામાં આવ્યા અને યોગથી થતા ફાયદા વિશે વિગતવાર સૌને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સદભાવના સેવા સંસ્થાન , ઓમ યોગા ગ્રુપ તથા રાધનપુર રાઇડર્સ સાઇકલ ગ્રુપના સભ્યો જોડાયા હતા આ પ્રસંગે ડૉ . પરેશભાઈ દરજી , ડૉ . સુરેશભાઈ પ્રજાપતી , વિજયભાઈ વનજાની તથા સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંત કે . ઠક્કર , મંત્રી નીતિનભાઈ કક્કડ , ખજાનચી ભરતભાઈ સોની તથા મહીલા કાર્યકર કિશોરીબેન , ભાવનાબેન , કુંદનબેન , નીતાબેન તથા દક્ષાબેન તેમજ સંસ્થાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી
પાટણ જીલ્લાના રાધનપુર ખાતે યોગ શિબિર યોજાઈ સદભાવના સેવા સંસ્થા દ્વારા
Advertisement