જુનાગઢ જિલ્લામાં કલેકટર દ્વારા કોરોનાને લઇ આગોતરી તૈયારી માટે બેઠક યોજવામાં આવી હતી જેમાં તમામ તાલુકાઓના પી.એચ.સી સીએચસી સેન્ટર તથા સિવિલ સુપ્રી. ઉપસ્થિત રહ્યા હતા જેમાં જરૂરી ઓક્સિજનની ઉપરાંત લોજીસ્ટિક દવાઓ વેક્સિનની માંગ સહિતની બાબતો અંગે ચર્ચા કરાઈ હતી જુનાગઢ જિલ્લામાં છેલ્લે પાંચ ઓક્ટોબરના પોઝિટિવ કેસ નોંધાયો હતો. અઢી માસ સુધી કોરોના નો એક પણ કેસ નોંધાયો નથી હવે આ વેરીએન્ટની દસ્તકને લઈ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના જુનાગઢ વિસાવદર કેશોદ માણાવદર માંગરોળ ભેસાણ માળીયાહાટીના વંથલી મેંદરડા સહિતના તમામ તાલુકાઓમાં આપેલ પીએસએ પ્લાન્ટમાં અને પીએચસી હોસ્પિટલોમાં ઓક્સિજન કન્સેન્ટ્રેશન મોકડ્રીલ કરવામાં આવી હતી જેમાં ઓક્સિજન કન્સેન્ટ્રેશન ઓક્સિજન ઇન્સ્ટોલેશન સહિતની બાબતો ધ્યાને લઈ પ્લાન્ટમાં ઓક્સિજનની અછત ન થાય તે માટે કામગીરી હાથ ધરવી આ ઉપરાંત તમામ પીએચસી સેન્ટરોમાં થર્મલ ગન પીપીપી કીટ સહિતના ટેસ્ટિંગ માટેના સાધનો તૈયાર રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે જુનાગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટ ટ્રેક ટ્રીટ વેક્સિનેશન અને કોવિડ બિહેવિયર એમ પાંચ સ્ટ્રેટજી પર કોરોનાને લઈ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં જૂનાગઢ જિલ્લામાં તમામ પીએચસી સેન્ટરોમાં આરોગ્ય ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવે છે જોકે અઢી માસ સુધી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
તંત્રએ કહ્યું-રસી લો, અનેક લોકો વેક્સિનનો ડોઝ લેવા પહોંચ્યા પણ એકે’ય PHC-CHC મા સ્ટોક જ નહીં હોવાથી ધક્કો થયો
Advertisement