જૂનાગઢના ગિરિરાજ સોસાયટીની જોશીપરા તરફના ભંગાર જેવા રોડ અને તેમાંથી ઉડતી ધૂળની ડમરીઓના કારણે રોજ હજારો લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ દરકાર લેવામાં આવતી નથી અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈપણ કાર્યવાહી થઈ નથી આથી હાલ ભંગાર રસ્તા અને તેમાંથી ઉડતી ધૂળની ડમરીના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે આવા બિસ્માર રોડથી લોકો ભારે ત્રાહિમામ થઈ રહ્યા છે. જૂનાગઢના બસ સ્ટેન્ડ પાછળ આવેલી ગીરીરાજ સોસાયટીથી જોશીપરા તરફનો રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે આ મામલે અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી આ રોડ પરથી રોજ હજારો લોકોની અવર જવર રહે છે પરંતુ ભંગાર રસ્તા અને તેમાંથી ઉડતી ધૂળની ડમરીના કારણે લોકોના આરોગ્ય અને વાહનોને નુકસાન થઈ રહ્યું છે અવાર નવાર અકસ્માત પણ થાય છે છતાં પણ મનપા તંત્ર દ્વારા કોઈ જ દરકાર લેવામાં આવતી નથી જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે એડવોકેટ પ્રતિકભાઈ રાવલે મુખ્યમંત્રીને રજૂઆત કરી આ બાબતે નકકર કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે
જુનાગઢના ભંગાર રોડમાંથી ઉડતી ધૂળની ડમરીથી હજારો લોકોના આરોગ્યને નુકસાન
Advertisement