Proud of Gujarat
FeaturedGujaratINDIA

કચ્છના ખાવડા નજીક મોટી દુર્ઘટના બની,શીલા ઘસી પડતાં લોકો ફસાયા

Share

કચ્છના ખાવડા નજીક આવેલા પૈયા ગામ પાસે મોટી દુર્ઘટના બની હતી. ખોદકામ દરમિયાન મોટી શીલા ઘસી પડવાને કારણે લોકો ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. આ બનતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. આ ઘટનામાં હીટાચી, ટ્રેક્ટર સાહિત ખોદકામના સાધનો દબાત કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ કાટમાળ હટાવવાની કામગીરી હાલ પ્રશાસન દ્વારા પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે.

હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી પરંતુ ફાઇટરની ટીમ દ્વાર કામગીરી શરૂ છે તેમની તપાસ બાદ અંહી અને સમગ્ર કારણ સામે આવી શકે છે. પોલીસ દ્વારા પણ માહિતી એકત્રિત કરવા માટે કામગીરી પૂર જોશમાં કરવામાં આવી રહી છે તંત્ર પણ કામગીરીમાં જોડાયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચના સ્ટેશન વિસ્તારની એક હોટલમાં રસોડાની ચીમનીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

યુક્રેનમાં આવેલ ટેર્નોપિલમાં ગોધરાના બે વિદ્યાર્થીઓ ફસાયા.

ProudOfGujarat

રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલની પ્રમુખ તરીકે એક વર્ષ પૂર્ણ થતાં સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!