મહેસાણા જિલ્લા સહિત રાજ્યના કેટલાક ભાગોમાં છેલ્લા ઘણાં સમયથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે તો લૂંટની ઘટનાઓ પણ બની રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજીમાં આસ્થા જવેલર્સમાં લૂંટ કરવા આવેલી લૂંટારું ટોળકી ઝડપાઇ ગઈ છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં ફરજ બજાવતા વાય.કે.ઝાલાને ખાનગી બાતમી મળતા તેમને સ્થાનિક પોલીસની મદદથી બહુચરાજીમાં આવેલા આસ્થા જવેલર્સ આગળ વોચ ગોઠવી હથિયારો સાથે આવેલા ત્રણ લૂંટારુંને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પ્રાણ ઘાતક હથિયારો સાથે આવેલા ત્રણ લૂંટારું ઝડપાતા નકલી પિસ્તોલ ઝડપાઇ છે જેના પગલે સીઆઇડી ક્રાઈમ પીએસઆઈ ની ફરીયાદ આધારે ત્રણે લૂંટારું વિરુદ્ધ બહુચરાજી પોલીસ સ્ટેશનમાં લૂંટ, કાવતરું અને આર્મ્સ એક્ટ હેઠળ પોલીસ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલમાં (૧) ગોસ્વામી મહેશપુરી ઉર્ફે બીટ્ટુ સોમપુરી લહેરપુરી તેમજ (ર) યશપાલસિંહ ભારતસિંહ મહોબતસિંહ વાઘેલા તેમજ (૩) વાઘેલા જયરાજસિંહ મંગુભા સામે બહુચરાજી પોલીસ મથકે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
યાત્રાધામ બહુચરાજીમાં આસ્થા જવેલર્સમાં લૂંટ કરવા આવેલી લૂંટારું ટોળકીને પોલીસે ઝડપી પાડી.
Advertisement