પોરબંદર શહેર અને જિલ્લામાં રાત્રિના સમયે થતાં વાહન અકસ્માતોને ઘટાડવા માટે રીફ્લેકટર ડ્રાઇવનું આયોજન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા ગુજરાત રાજયભરમાં થતા વાહન અકસ્માતો અટકાવવા રાજ્યના તમામ જિલ્લા, શહેરોમાં રેડીયમ રીફલેક્ટર ડ્રાઇવનું આયોજન કરવા જણાવતા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીના માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક તુ રાબાની ત્રા સુચનાથી પોરબંદર જિલ્લામાં માર્ગ અકસ્માત નિવારવાનાં હેતુથી રેડીયમ રી લેક્ટર લગાડવા અંગે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જે ડ્રાઇવ દરમ્યાન રાષ્ટ્રીય માર્ગ, રાજય માર્ગ તેમજ અન્ય માર્ગ ઉપર વાહન માલીક, ડ્રાઇવરોને જાગૃત કરવાના હેતુસર અવરનેસ કેમ્પેઇન કરી હાઈવે પર પાર્ક કરેલ વાહનો, બંધ હાલતમાં પડેલ વાહનો હટાવી રેડીયમ રીફલેક્ટર લગાવવાની કામગીરી કરવામાં આવી.
તેમજ લાંબા રૂટમાં ડ્રાઇવીંગ કરતા વાહન ચાલકોને સમજ કરવામાં આવી કે રાત્રિનાં સમયે ઉંઘ આવે ત્યારે વાહન વ્યવસ્થિત પાર્ક કરી હોટેલ ધાબા કે ગેસ્ટ હાઉસમાં આરામ કરવો જોઈએ અને ડ્રાઇવીંગ ન કરવું જોઈએ જેથી ઉંઘ કે ઝોંકુ આવી જવાથી અકસ્માતનાં બનાવ બનતા અટકાવી શકાય તેમજ વાહનોનાં માલીક, ડ્રાઈવરોને સીટબેલ્ટ, હેલમેટ પહેરવા તથા ચાલુ ગાડીએ સેલફોનનો ઉપયોગ ના કરવો, ગતિ મર્યાદામાં વાહન ચલાવવું વિગેરે ટ્રાફિક જાગૃતિ અંગે અવરનેસની કામગીરી કરવામાં આવી. આ કામગીરીમા પોરબંદર જિલ્લા ટ્રાફિક પો.સબ ઇન્સ. કે.બી. ચૌહાણ તથા એ. એસ.આઈ. બી.કે ઝાલા, તથા પો.હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા તથા ટ્રાફિક બ્રિગેડનાં જવાનો જોડાયેલ હતાં.