Proud of Gujarat
INDIAFeaturedGujarat

વલસાડ : કપરાડાના શાહુડા ગામમાં ધર્માંતરણની પ્રવૃત્તિ અને ગેરકાયદે દેવળ બનાવવા મુદ્દે વિરોધ કરી આવેદન પાઠવાયું.

Share

દર વર્ષે 25 મી ડિસેમ્બર નાતાલ પર્વ આસપાસ વલસાડ જિલ્લાના આદિવાસી પટ્ટામાં ધર્માંતરણ પ્રવુતિ વેગ પકડતી હોય છે. ત્યારે, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શાહુડા ગામે ગેરકાયદે દેવળ બનાવવા અને ધર્માંતરણની કથિત પ્રવૃત્તિ સામે ગ્રામપંચાયત અને ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કરી આવેદનપત્ર આપ્યું હતું.

આ અંગે મળતી વિગતો મુજબ સોમવારે વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડામાં આવેલા શાહુડા ગામના પંચાયતના સરપંચ રક્ષાબેન ચુનીલાલ ચૌધરી અને ગ્રામજનોએ કલેકટરને ઉદ્દેશી રજૂ કરાયેલા આવેદનપત્રમાં ગામમાં પંચાયતની જાણ બહાર ગેરકાયદે દેવળ બનાવવાનું કામ અટકાવી દેવા માગ કરાઇ છે. જેમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, શાહુડા ગામમાં કેટલાક તત્વો શાંતિ સુલેહનો ભંગ કરી ધર્માંતરણની પ્રવૃત્તિને વેગ આપવાનું કામ કરી રહ્યા છે. શાહુડા ગામમાં દફતરે એક પણ ખ્રિસ્તી નોંધાયેલ નથી. તેમ છતાં ગામમાં રહેતા ચેંદર રામજીભાઇ ચૌધરી પોતાની જગ્યામાં ગ્રામ પંચાયતની ના હોવા છતાં ગેરકાયદે દેવળ બનાવવાનું કામ ચાલૂ કર્યું છે. ચેંદરભાઇ જંગલખાતામાં વોચમેનની ફરજ બજાવે છે જેઓ હિન્દુ-ચૌધરી બતાવીને સરકારી નોકરી કરે છે. તેઓએ ખ્રિસ્તી તરીકે કોઇપણ સરકારી દફતરમાં નોંધ કરાવી નથી. આ મામલે કડક કાર્યવાહી કરવા સરપંચ અને ગ્રામજનોએ માંગ કરી આદિવાસી વિસ્તારમાં કેટલાક લોકો હિન્દુ આદિવાસીના નામે સરકારી નોકરી કરતા હોવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત આદિવાસીઓને સનાતન ધર્મથી વિમુખ કરી ધર્માંતરણ કરાવી રહ્યા હોવાના આક્ષેપો સાથે કલકટર અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા ગ્રામજનોએ માગ કરી છે.

Advertisement

Share

Related posts

રાજપારડી ગામે લોક કરીને મુકેલ મોટરસાયકલની ઉઠાંતરી…

ProudOfGujarat

અમરોલીમાં એમ.ડી ડ્રગ્સ સાથે રીક્ષા ચાલક પકડાયો

ProudOfGujarat

ઝઘડિયાની કંપનીમાં રહેતા સાસરિયાઓને જમાઇએ ધમકી આપતા ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!