Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિધાનસભાના નવા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધીવત રીતે સંભાળ્યો વિધાનસભાનો ચાર્જ

Share

ગુજરાત વિધાનસભાનું સત્ર આજે મળ્યું છે ત્યારે શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર વિધીવત રીતે સંભાળ્યો છે. આ સાથે જ તેમણે ગુજરાત વિધાનસભાના યુવા અધ્યક્ષ તરીકેની યાદીમાં પણ સ્થાન મેળવ્યું છે આ પહેલા ગણપત વસાવા યુવા અધ્યક્ષ બન્યા હતા. શંકર ચૌધરીનું નામ પાર્ટી દ્વારા અધ્યક્ષ તરીકે નક્કી કરાયું હતું ત્યારે આજે તેમને આ ચાર્જ આજના મળનાર સત્ર દરમિયાન સંભાળ્યો છે. બીજી તરફ ઉપપ્રમુખ તરીકે જેઠા ભરવાડે પણ હોદ્દો સંભાળ્યો છે.

અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તેમણે ગુજરાતી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સ્પીકર તરીકે હું પાર્ટી અને વિપક્ષ બંનેના ધારાસભ્યોના સંતોષ માટે કામ કરીશ. તટસ્થ રહીને કામ કરીશ. આ સાથે યુવાનોને સંસદીય પ્રણાલી સાથે જોડવાના સતત પ્રયાસો કરવામાં આવશે.

Advertisement

બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે. તેઓ ચૌધરી સમાજના એવા ચહેરાઓમાંથી એક છે જે ચૂંટણીમાં આગળ હતા અને તેઓ બનાસકાંઠાના સૌથી મોટા ચૌધરી સમાજના આગેવાન પણ છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વાવમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે હારી ગયા હતા. વાવમાંથી હાર્યા બાદ 2022 ની ચૂંટણીમાં ભાજપે થરાદમાં ટિકિટ આપી અને શંકર ચૌધરી જીત્યા. સત્રમાં 2014 માં ભાજપના રાજ્ય સ્તરના મંત્રી અને મહામંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઇસ ચેરમેન છે.

શંકર ચૌધરીએ 1997 માં 27 વર્ષની વયે રાધનપુરથી તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી. 1998 માં યોજાયેલી ચૂંટણીમાં તેઓ રાધનપુર મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 2014 માં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ સંઘ, પાલનપુર બનાસ ડેરીના ચેરમેન પણ છે. ગુજરાત રાજ્ય સહકારી બેંકના ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે પણ સક્રિય છે.


Share

Related posts

ભરૂચના એક આરોપીએ પાયલોટિંગ સાથે વિદેશી દારૂ ક્યાંથી ક્યાં પોંહચાડયો જાણો…વડોદરા પોલીસે પ્રોહિબિશન અંગે રસપ્રદ કાર્યવાહી કરી…

ProudOfGujarat

ભારતને વર્લ્ડકપ અપાવનાર વડોદરાનો ક્રિકેટર ફૂટપાથ પર વેચે છે કઠોળ, તેની છે સંઘર્ષભરી દાસ્તાન..

ProudOfGujarat

સુરત-ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય-ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!