Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબીના જેતપર ગામે તસ્કર ટોળકીના ધામા, ત્રણ મકાનમાં ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર

Share

ઠંડીની મોસમ જામતાની સાથે જ તસ્કરો સક્રિય બન્યા છે મોરબી પંથકમાં ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જેમાં જેતપર ગામે તસ્કર ટોળકીએ આતંક મચાવ્યો હતો જ્યાં એક જ રાત્રીમાં ત્રણ મકાનના તાળા તોડી તરખાટ મચાવ્યો છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતપર ગામમાં ગત રાત્રીના તસ્કર ટોળકીએ ત્રણ-ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા જેમાં મોચી વાળી શેરીમાં આવેલ મકાન તેમજ ટાંકીવાળી શેરીમાં આવેલ બે મકાનને નિશાન બનાવ્યા હતા જે ત્રણ ઘરના તાળા તસ્કરોએ તોડ્યા હતા તેમાં બે મકાન બંધ હોવાનું જાણવા મળ્યું છે જે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. જોકે આ મકાનોમાં કેટલી મત્તાની ચોરી થઇ છે તેની સ્પષ્ટ વિગતો બહાર આવી નથી પરંતુ ત્રણ ત્રણ ઘરોને તસ્કરોએ નિશાન બનાવતા ગ્રામજનોમાં ભય અને ફફડાટ જોવા મળી રહ્યો છે. તો શિયાળાની ઋતુનો લાભ લઈને તસ્કરો ચોરી કરી રહ્યા છે ત્યારે પોલીસ નાઈટ પેટ્રોલિંગ વધારે તેવી માંગ ઉઠી રહી છે ગ્રામજનોએ નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવી પોલીસ સઘન પેટ્રોલિંગ કરે તેવી માંગ કરી છે

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજે કુલ ૧૪ જેટલા લોકો કોરોના પોઝિટિવ થતાં જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 128 પર પહોંચી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ ઝાડેશ્વર રોડ પર આવેલ ઈન્દ્રપ્રસ્થ સોસાયટીનાં સભ્યો દ્વારા ગરીબોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા.

ProudOfGujarat

માનવતાની મહેક : સુરતથી ધબકતું હ્રદય 92 મિનિટમાં 300 કિમી દૂર મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયુ : જૈન સમાજે અંગદાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!