આજરોજ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વ્યવસ્થાના ભાગરૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમનું નામ પક્ષ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી તેમજ પ્રદેશના મહામંત્રીઓ, પ્રદેશના હોદ્દેદારઓ તેમજ ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડિસેમ્બરમાં વિધાનસભાના અધ્યક્ષ-ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી વિધાનસભા સચિવાલય દ્વારા જારી કરાયેલ સત્તાવાર સૂચના અનુસાર, નવી ચૂંટાયેલી વિધાનસભાની પ્રથમ બેઠક 20 ડિસેમ્બરે યોજાશે. ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી. સંખ્યાબળ જોતાં શંકર ચૌધરી અને જેઠાભાઈ ભરવાડ ચૂંટણીના સંજોગોમાં સંબંધિત હોદ્દા પર ચૂંટાઈ આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. વિધાનસભાના સ્પીકર સામાન્ય રીતે બિનહરીફ ચૂંટાય છે. બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા શંકર ચૌધરીએ 2014 થી 2017 દરમિયાન આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી.