Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાટણ જિલ્લાના રાધનપુરના સાતુન ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા.

Share

રાધનપુર નગરપાલિકા દ્વારા ખરાબ અને કેમિકલ યુક્ત પાણી છેલ્લાં 20 વર્ષથી સાતુન ગામ તળાવમાં છોડવામાં આવે છે. ગામના લોકો દ્વારા આ બાબત એ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન વહીવટદારો કરવામાં આવતા ગ્રામજનો વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

રાધનપુર નગર અને જીઆઇડીસી ના ગંદા પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ના આવતા છેલ્લા વીસેક વર્ષથી કેમિકલ યુક્ત ગંદુ પાણી તાલુકાના સાતુન ગામનાં તળાવમાં જતું હોવાના કારણે તળાવનું પાણી ગ્રામજનો માટે બિન ઉપયોગી બની જવા પામ્યું છે. તળાવમાં આવતું ગંદુ પાણી કેમિકલ યુકત પાણી બાબતે ગામનાં લોકો દ્વારા રાધનપુર નગરપાલીકા તેમજ જિલ્લા કલેકટરને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઇજ નક્કર કામગીરી કરવામાં નાં આવતા આજે તળાવનાં પાણીમાં અસહ્ય દુર્ગંધ આવી રહી છે.

Advertisement

ગામના આગેવાન પબજીભાઇ ડોડીયા એ જણાવ્યું હતું કે કેમિકલ યુકત ગટરનાં પાણી તળાવમાં આવતા તળાવનું પાણી ઢોરોને પણ પીવા લાયક રહ્યુ નથી. જ્યારે માણસોને આ પાણીથી ચામડીનાં રોગો થાય છે. નગરપાલિકાની ઘોર બેદરકારીનાં કારણે આવતા ગટરનાં પાણીથી ગામની મોટાભાગની જમીન ખેતી લાયક રહી નથી જેને કારણે ગ્રામજનોને હિજરત કરવાનો વારો આવશે તેવુ પથુભાઈ ડોડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગામ તળાવમાં રાધનપુર શહેર તેમજ જીઆઇડીસી નું કેમિકલ યુકત ગંદુ પાણી આવતું રોકવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની ગામનાં લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે.


Share

Related posts

આંતરરાષ્ટ્રીય યોગા દિવસનું કાઉન્ટડાઉન શરૂ : નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં કાઉન્ટડાઉન વોચ મુકાઈ

ProudOfGujarat

વડોદરા જીલ્લાનાં કરજણમાં તળાવ કિનારે માનવનો મગર સાથે સંવાદનો વિડિયો વાયરલ થતા અચરજ ફેલાયું.

ProudOfGujarat

અનુપમ મિશન મોગરી દ્વારા નર્મદા જિલ્લામાં બે દિવસનો મેડિકલ કેમ્પ યોજાયો,2000 થી વધુ દર્દીઓએ લાભ લિધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!