બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના શેરપુરા વિસ્તાર નજીક આવેલ ચાંદની કોમ્પ્લેક્ષ પાસે રોડ પર લાગેલ વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોતજોતામાં આખે આખું ટ્રાન્સફોર્મર ધડાકા સાથે આગની જ્વાળાઓમાં નજરે પડતા ઉપસ્થિત લોકોના જીવ એક સમયે ટાળવે ચોટ્યા હતા.
સ્થાનિકોએ ફાયર એક્સટિંગ્વિશરથી આગ ઓલવવા પ્રયાસો કર્યા હતા જોકે તેઓને સફળતા ન મળતા આખરે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા અંતે ફાયર ફાઈટરોએ બાજી સંભાળી આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં તેને કાબુમાં લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે મોડી સાંજના સમયે આ ઘટના સર્જાઇ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે, ઘટનાના પગલે એક સમયે ભરૂચ-દહેજ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જોકે ગણતરીના સમયમાં ટ્રાફિક હળવો થયો હતો.
હારુન પટેલ : ભરુચ