જામનગર મહાનગરપાલિકા દ્વારા ઈઝ ઓફ લિવિંગ 2022 નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત યુસીડી વિભાગના મેનેજરો દ્વારા સ્વસહાય જૂથના મંડળો સાથે મીટીંગ કરી ઈઝ ઓફ લિવિંગ વિશેની સમજ આપવામાં આવી હતી.
જામનગરમાં આજે આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર તેમજ સખી સહાય જૂથ મંડળના સંયુક્ત ઉપક્રમે આદિજાતિના પછાત અને નબળા વર્ગના લોકોને સરકાર તરફથી મળતા યોજનાકીય લાભોની જાણકારી મળી રહે તે હેતુસર આદિજાતિ કલ્યાણ શિક્ષણ શિબિરનું આયોજન સુભાષપરા-૧ શંકર ટેકરી વિસ્તારમા કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ઈઝ ઓફ લીવીગ ઇન્ડેક્ષ – ૨૦૨૨ અંતર્ગત ચાલુ સર્વે અંગે યૂસીડી શાખાના મેનેજરશ્રી તૃપ્તિબેન દાઉદીયા, સમાજ સંગઠક રોશનીબેન જેઠવા દ્વારા સ્વસહાય જૂથના બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નગરજનોને આ સર્વેમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આદિજાતિ કલ્યાણ શિક્ષણ શિબિરમાં આદિજાતિ વિકાસ વર્ગ – 1 મદદનીશ કમિશ્નર એ. એસ. ખવડ જામનગર સખી સ્વસહાય જૂથના પ્રમુખ જોશનાબેન રાઠોડ તથા મંત્રી સોનલબેન રાઠોડ તથા સ્વસહાય જૂથના બહેનો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.