સાગબારા આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસેથી કિ.રૂ.૩૮.૩૨ લાખનો અફીણના પોષડોડાનો મુદ્દામાલ ઝડપાયો છે. એસ.ઓ.જી.પોલીસ તથા એલ.સી.બી. પોલીસના સફળ ઓપરેશનમાં ૧૧૩૨ કિલોઅફીણ પોષ ડોડા, ટેમ્પો, મોબાઈલ સહીત બે ઈસમોની નર્મદા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેના જણાવ્યા અનુસાર સાગબારા પો.સ્ટે. ના આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસેથી માદક પદાર્થ અફીણના પોષ ડોડાનો કુલ કિ.રૂ.૩૮,૩૨,૧૦૮/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને એસ.ઓ.જી. તથા એલ.સી.બી. નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે. પ્રશાંત ઝુંબે, પોલીસ
અધિક્ષક નર્મદાની સુચનાનાં પગલે જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટરએલ.સી.બી. ઇન્ચાર્જ એસ.ઓ.જી.ને બાતમી મળેલ કે, મહારાષ્ટ્ર તરફથી એક કેસરી કલરનો આઇસર ટેમ્પો લસણની બોરીઓની નીચે ગેરકાયદેસર માદક પદાર્થ અફીણ પોષ ડોડાની બોરીઓ લઇને જાય છે. જે ચોક્કસ બાતમી આધારે સાગબારા જુના આર.ટી.ઓ. ચેક પોસ્ટ આગળ નાકાબંધી દરમ્યાન બાતમીવાળો આઇસર ટ્રક નં.એચ.આર.-૭૩-૪૯૯૭ નો કેસરી કલરનો ટેમ્પો આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઇવર તથા ક્લીનરનું નામઠામ પુછપરછ કરતા તેમણે પોતાનું નામ (૧) ભંવરલાલ સુડારામ બિશ્નોઇ (સારણ) રહે. દિયાસાગરખારા તા.ફલોડી જી.જોધપુર(રાજસ્થાન)તથા (૨) અણદારામ શૈતાનારામ બિશ્નોઇ (સારણ) રહે. સારણોકી ઢાણી દયાસાગર ખારા તા.ફલોડી જી.જોધપુર (રાજસ્થાન) જણાયેલ. તેમના આઇસર ટેમ્પાની ઝડતી તપાસ કરતાં લસણની બોરીઓની નીચે તપાસ કરતાં મીણીયા થેલાઓમાં માદક પદાર્થ અફીણના પોષ ડોડા મળી આવતા બંન્ને આરોપીઓને માદક પદાર્થની હેરાફેરી કરવા સબબ અટક કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં કરવામાં આવી છે.
સાગબારા પોલીસ સ્ટેશન પકડાયેલ મુદ્દામાલની વિગતમાં
(૧) માદક પદાર્થ અફીણ પોષ ડોડા ૧૧૩૨ કિલો ૩૧૬ ગ્રામની કિ.રૂ.૩૩,૯૬,૯૪૮
(૨) કેસરી કલરનો આઇસર ટેમ્પો-૧ કિ.રૂ. ૪,૦૦,૦૦૦/-
(૩) લસણની પ્લાસ્ટીકની જાળીવાળી બોરીઓ નંગ-૬૦ કિ.રૂ. ૩૦,૦૦૦/-
(૪) તાડપત્રી નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/-
(૫) દોરડા નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/-
(૬) મોબાઇલ-૧ કિ.રૂ.૩૦૦૦/-
(૭) રોકડા રૂપિયા ૧૬૦/-
કુલ કિ.રૂ. ૩૮,૩૨,૧૦૮/-નો મુદ્દામાલ સાથે બે આરોપીઓ (૧) ભંવરલાલ સુડારામ બિશ્નોઇ (સારણ) રહે. દિયાસાગર ખારા તા.ફલોડી જી.જોધપુર (રાજસ્થાન) (૨) અણદારામ શૈતાનારામ બિશ્નોઇ (સારણ) રહે. સારણો કી ઢાણી દયાસાગર ખારા તા.ફલોડી જી.જોધપુર
(રાજસ્થાન)ની ધરપકડ કરી છે જયારે (૧) સોમરાજ મોહનલાલ બિશ્નોઇ રહે. રહે. દિયાસાગર ખારા તા.ફલોડી જી.જોધપુર (રાજસ્થાન) (૨) ભંવરલાર ધીમારામ બિશ્નોઇ રહે. દિયાસાગર ખારા તા.ફલોડી જી.જોધપુર (રાજસ્થાન)ને વોન્ટેડ આરોપી તરીકે જાહેર કરી પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
દીપક જગતાપ, રાજપીપલા