ડેડિયાપાડાનાં નિવાલ્દા ખાતે સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવી દેડિયાપાડા તથા અનેક જિલ્લાની મહિલાઓનાં ગ્રુપો બનાવી છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે માંગેલા સાતદિવસનાં રિમાન્ડ મંજુર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર
અભણ અને ગરીબ લોકોની પોતાની પરસેવાની કમાણી ડુબાડી છેતરપિંડી કરનારા ભેજાબાજ આરોપીઓને પોલીસે જેલ ભેગા કર્યા છે.
આ અંગે ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો સાથે દેડીયાપાડાના નિવાલ્દા ગામ ખાતે તપાસ કરતા સમાધાન જનકલ્યાણ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવી જેમા દેડીયાપાડા તથા સાગબારા તાલુકાના તથા તાપી તથા છોટાઉદેપુર જિલ્લાની અનેક મહિલાઓ છેતરાઈ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં બચત કર્યાના એક માસ બાદ રૂપિયા ૬૦,૦૦૦/- ની લોનની લાલચે ઘણી બહેનો છેતરાઈ હતી. આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ લેવાના શરૂ કર્યા છે. પૂછપરછ બાદ ઘણી ચોકાવનારી હકીકત બહાર આવી શકે છે. ઝડપાયેલ આરોપીઓમાં 1) સરફરાજ અમીદ અલી (ઉંમર વર્ષ ૨૭, રહે.મોહમ્મદપડેરા તાલુકો જીલ્લોમુરાદાબાદ ઉત્તર પ્રદેશ) 2)મોહમ્મદ મુસ્તફા ઉંમર વર્ષ ૨૧,મુરાદાબાદ) ઉપરાંત 3) ડેડીયાપાડાના ભરતભાઈ ગુલાબભાઈ વસાવા(૫૪ ડેડીયાપાડા)ની પણ ધરપકડ કરી છે. હવે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાતા વધુ પૂછપરછ તપાસ હાથ ધરાઈ છે. હવે આ બાબતે પોલીસની ટીમઉત્તર પ્રદેશના મોરાદાબાદ જઈને તપાસ કરશે અને આ કૌભાંડના માસ્ટર માઇન્ડને ઝડપી પાડી જેલને
હવાલે કરી ગરીબ બહેનોનોને ન્યાય મળે તેવી કાયૅવાહી કરશે.
દીપક જગતાપ, રાજપીપલા