Proud of Gujarat
FeaturedGujaratINDIA

અખાદ્ય વસ્તુ વેચતા વેપારીઓ સામે રાજકોટ મનપાની લાલ આંખ : દુકાનદારોને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારી.

Share

બજારમાં વેચાતી મોટાભાગની ખાદ્ય સામગ્રીમાં વેપારીઓ જાણે વધુ નફો કમાવવા માટે બેસૂમાર ભેળસેળ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ ત્રણ સ્થળેથી મધના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત માંડા ડુંગર અને આજી ડેમ વિસ્તારમાં ખાણીપીણીની ૨૦ દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પાંચ પાનની દુકાનદારોને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા પરાબજારમાં આઇસ ફેક્ટરી પાસે ક્રિષ્નપરામાં મુબારક મંઝીલમાં આવેલી એ-એ ટ્રેડીંગમાંથી સિફા પ્યોર હની, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર માધવ ગેઇટ પાસે ગોવર્ધન ચોકમાં માધવ પાર્ક-3 માં વ્રજ નામના મકાનમાંથી ધ નેચર્સ વે વાઇલ્ડ મલ્ટીફ્લોરા હની અને કુવાડવા રોડ પર સદ્ગુરૂ નગર શેરી નં.3 માં લાતી પ્લોટ શેરી નં.૧૨માં ગ્રીન ફાર્મમાંથી અજવાઇન મધનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત માંડા ડુંગર અને આજી ડેમ વિસ્તારમાં ખાણીપીણી અને ઠંડા-પીણાની ૨૦ દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તમામને ૧૮ વર્ષથી નીચેના વ્યક્તિને તમાકુનું વેંચાણ કરવા પર પ્રતિબંધ છે તેવું બોર્ડ લગાવવા માટે સૂચના આપવામાં આવી હતી. જ્યારે ક્રિષ્ના પાન, ડિલક્સ પાન, કનૈયા ફરસાણ, વાળીનાથ અને ભોલા પાનને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે. જ્યારે જલારામ ફરસાણ માર્ટ, વેલનાથ કોલ્ડ્રિંક્સ, બંસીધર પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, નવદુર્ગા પાન, રાધે ક્રિષ્ના પાન એન્ડ ટી સ્ટોલ, રાધે-ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર્સ, બાલાજી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ, સીતારામ સેલ્સ એજન્સી, શિવ પ્રોવિઝન સ્ટોર, શિવ ડેરી ફાર્મ, આઇ ખોડિયાર કોલ્ડ્રિંક્સ, યશસ્વી પ્રોવિઝન સ્ટોર, ખોડિયાર પાન એન્ડ કોલ્ડ્રિંક્સ અને બજરંગ ફરસાણમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા : પાણીગેટ પોલીસની સર્વેલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીનાં ગીતાપાર્ક અને મોટાવાસ વાડી વિસ્તારમાં ચોરી થતાં ચકચાર.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનું ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલ ડોકટર વિહોણુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!