જામનગર મહાનગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ ઝુંબેશ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે શહેરના મુખ્ય રસ્તાઓની સફાઈ કામગીરી રાત્રી દરમિયાન કરવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી સાહેબ, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની સાહેબ અને સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવાના માર્ગદર્શન મુજબ શહેરના રાજમાર્ગોની સફાઈ કામગીરી રાત્રી દરમિયાન કરવામાં આવે છે, જે અંતર્ગત ગત રાત્રે રોડ સ્વીપર મશીન મારફત શહેરના કુલ 16 KM લંબાઇના મુખ્ય રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી. જેમાં શહેરના રાજમાર્ગો જેમ કે સાત રસ્તાથી સુમૈર ક્લબ રોડ થઈ પવન ચક્કી સુધી અને પવનચક્કી રોડથી લાલપુર બાયપાસ સુધી, સાત રસ્તાથી જકાતનાકા સુધીના માર્ગોની રાત્રી દરમિયાન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Advertisement