વડોદરા વકીલ મંડળની 18 પોસ્ટ માટે 41 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. આજે વકીલ મંડળના 3200 મતદારો હોદ્દેદારોને ચૂંટશે. મતદાન એડવોકેટ હાઉસમાં યોજાશે, જે બાદ મતગણતરી હાથ ધરાશે. પ્રમુખ પદ માટે 2, ઉપપ્રમુખ માટે 3, જનરલ સેક્રેટરી માટે 3 ફોર્મ ભરાયાં છે તો મેનેજિંંગ કમિટીની 10 બેઠક માટે 21 ઉમેદવારે તો મેનેજિંગ કમિટીની મહિલા રિઝર્વની બે બેઠક માટે 4 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. વકીલ મંડળમાં પ્રમુખ પદ માટે એક, ઉપપ્રમુખની 1, જનરલ સેક્રેટરીની 1, જોઇન્ટ સેક્રેટરીની 1, ટ્રેઝરરની એક અને લાઇબ્રેરી સેક્રેટરીની 1 પોસ્ટ છે., જ્યારે લેડિઝ રિઝર્વની 2 અને મેનેજિંગ કમીટીની 10 બેઠક મળી કુલ 18 હોદ્દા માટે આજે મતદાન થશે અને મતદાન પુરુ થયા બાદ મતગણતરી થશે.
વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે નલીન પટેલ અને હસમુખ ભટ્ટે ફોર્મ ભર્યું છે. તો ઉપપ્રમુખ માટે રાહુલ ભટ્ટ, રાજુ ધોબી અને ભાસ્કરરાવ નિલકે ફોર્મ ભર્યાં છે. જનરલ સેક્રેટરીમાં રિતેશ ઠક્કર, બિરેન શાહ અને હર્ષદ પરમારે ફોર્મ ભર્યું છે. જોઇન્ટ સેક્રેટરીમાં નેહલ સુતરીયા અને મયંક પંડ્યાએ ફોર્મ ભર્યાં છે. ટ્રેઝરરમાં નિમીષા ધોત્રે અને અનિલકુમાર પૃથીએ ફોર્મ ભર્યું છે. લાઇબ્રેરી સેક્રેટરીમાં દક્ષય ભટ્ટ, જેમ્સ મેકવાન,ધર્મેન્દ્રસિંહ શિનોરા અને પરવેઝ વોરાએ ફોર્મ ભર્યું છે.
વકીલ મંડલમાં મેનેજિંગ કમીટીની બે બેઠક મહિલાઓ માટે રિઝર્વ છે જેમાં ચાૈહાણ આકાશી, પરમાર વૈશાલી, ત્રિવેદી ધૃપ્તિ, અને ઉગલે ધ્વનીએ ફોર્મ ભર્યું છે. તો મેનેજિંગ કમીટની 10 બેઠક માટે જે 21 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે તેમાં બારીયા ધવલસિંહ, ગાયકવાડ રવીરાજ,ગોહીલ, અજયકુમાર,જયનંદાની દીપેશ, જોષી દિશાંત, કાળે શ્રીકાંત, ખોકર મંજૂરહક, મિશ્રા સપનાકુમારી, મિસ્ત્રી દિપ્તી, પરમાર પ્રદિપસિંહ, પટેલ અંકિતકુમાર, પટેલ ધવલકુમાર, પટેલ કોમલ, પવાર સિદ્ધાર્થ, રામચંદાની ગાયત્રી, રાવ વિવેકકુમાર, શર્મા કૃપલ, સોલંકી પરેશકુમાર, ઠક્કર રોમીન, ઠક્કર વિરાજ અને વ્યાસ ભાવીનનો સમાવેશ થાય છે.
ચૂંટણી અધિકારીએ દ્વારકેશ હરિભક્તિએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત તમામ રિઝલ્ટ મતદાનના દિવસે જ જાહેર કરવામાં આવશે. મતદાન બેલેટ પેપરથી થશે અને તમામ હોદ્દા માટેની મતગણતરી પણ એક સાથે થશે. રાતના 12 સુધીમાં રિઝલ્ટ આવે તેવી શક્યતા છે. મતગણતરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે અને લાઇવ રિઝલ્ટ ઘરે બેઠા પણ જોઇ શકાશે. તેમજ રિઝલ્ટ માટે સ્ક્રીન પણ ગોઠવવામાં આવશે.