Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના વરેડીયા ગામ પાસે આવેલ બ્રીગુ ફૂડ્સ કંપનીના ગેટ ઉપર કામદારો એ હલ્લાબોલ કર્યો, કંપનીના શોષણ સામે કલેક્ટરને કરાઇ રજુઆત.

Share

ભરૂચ તાલુકાના વરેડીયા ગામ પાસે આવેલી બ્રિગુ ફૂડ્સ કંપનીના ગેટ ઉપર કામદારોમાં આક્રોશ જોવા મર્યો કામદારોનું કહેવું છે કે અમારા લોકોનું શોષણ થઈ રહ્યું છે અને અમારા લોકોને 10 કલાક કામ કરાવે છે અને વેતન પુરુષોના 365 રૂપિયા અને મહિલા કામદારોને 315 રૂપિયા પગાર આપતા અમારૂ શોષણ થઈ રહયુ છે.

તેમજ 50 રૂપિયા ભાડુ કપાત અને પી.એફ કપાત કરતા ન જેવી રોજે અમારૂ શોષણ કરે છે, પગાર વધારો કરવાની કામદારોની માંગ ઉઠી છે તેમજ વૉશરૂમ પણ બંઘ રાખે છે એવા કામદારોનો આક્ષેપ કરી રહ્યા છે. કામદારોની મુખ્ય માંગ છે કે અમારો પગાર વધારો કરો અને અમારી માંગના સ્વીકારે તો આવતા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશુ એવી કામદારો એ ચીમકી પણ આપી છે.

Advertisement

આજરોજ કંપનીના કામદારોએ પ્રથમ કંપની ઉપર હલ્લો મચાવ્યા બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા તેમજ કંપનીમાં થતા શોષણ મામલે કલેક્ટરને લેખીતમાં આવેદનપત્ર પાઠવી મામલે ન્યાયની માંગ કરી હતી.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

રાજકોટનાં પોલીસ જ બન્યા સોશિયલ મીડિયાનાં ફેક આઇડી નો શિકાર : પોલીસના નામે ફેક આઇડી બનાવી લોકો પાસેથી માંગે છે પૈસા

ProudOfGujarat

સીઆચેનમાં ખુબ કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતા સૈનિકોની વિતક કથા… સૈનિકોની ફરજને સલામ

ProudOfGujarat

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિરમગામની કરકથલ પ્રાથમિક શાળામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!