મોરબી નગરપાલિકા તંત્ર હવે વેરા વસુલાત માટે મેદાનમાં જોવા મળી રહ્યું છે જેમાં માર્ચ એન્ડીંગને ત્રણ માસ બાકી હોય ત્યારે વેરા વસુલાત માટે પાલિકાના વેરા વિભાગે ૫૦,૦૦૦ થી વધુ કરદાતાઓને બીલ મોકલી સમયસર વેરો ભરી જવા તાકીદ કરી છે તેમજ ૨૫૦ આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે અને કરવેરા ભરી જવા માટે તાકીદ કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકા ટીમે વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી છે જેમાં નાણાકીય વર્ષ પૂર્ણ થવાને ત્રણ મહિના જેટલો સમય બાકી છે ત્યારે બાકી વેરા વસુલાત માટે નોટીસ ઇસ્યુ કરવામાં આવી રહી છે મોરબી નગરપાલિકાએ ૫૦ હજારથી વધુ કરદાતાઓને બીલ મોકલ્યા છે અને સમયસર વેરા ભરી જવા જણાવ્યું છે જયારે ૧ લાખથી વધુ રકમના વેરા ભરવાના બાકી હોય તેવા ૨૫૦ કરદાતાઓને નોટીસ આપવામાં આવી છે હાલ ૭૫,૦૦૦ થી વધુ આસામીઓ પૈકી ૧૯,૦૦૦ આસામીઓ ૭.૮૨ કરોડનો કરવેરો ભરી ચુક્યા છે તો ૨૧.૯૮ કરોડના કરવેરાની વસુલાત બાકી છે ત્યારે પાલિકા તંત્રએ કરવેરા વસુલાત માટે કમર કસી છે.