વાંસની વસ્તુઓ બનાવવામાં પારંગત કારીગર એવા કોટવાળિયા સમુદાયને એમની વસ્તુઓ માટે યોગ્ય માર્કેટ નથી મળતું એ કાયમી ફરિયાદ છે. અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા નેત્રંગ વિસ્તારના કોટવાળિયા સમુદાય સાથે મળીને એમને તાલીમ અને માર્ગદર્શન સાથે એમને બજાર મળી રહે એના પ્રયત્ન શરૂ કર્યા છે. થોડા સમય અગાઉ જ આ કારીગરો અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના વડા ડૉ.પ્રીતિબેન અદાણીને મળવાનો અવસર પણ મળ્યો હતો. એ કડીમાં જ તાજેતરમાં કોટવાળિયા સમુદાયએ બનાવેલી વાંસની વિવિધ વસ્તુઓનું પ્રદર્શન, વેચાણ અને તાલીમનો કાર્યક્રમ ભરૂચ ખાતે અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટના કર્મચારી અને એમના પરિવાર માટે યોજવામાં આવ્યો હતો.
અદાણી પેટ્રોનેટ પોર્ટ, દહેજ દ્વારા એમ્પ્લોય વોલિંટીયર કાર્યક્ર્મ અંતર્ગત વાંસમાથી બનતી વિવિધ વસ્તુઓ બનાવવાની તાલીમ કંપનીના કર્મચારીઓ અને એમના કુટુંબીજનોને આપવામા આવી હતી. ભરૂચ જિલ્લાના અંતરિયાળ એવા પિંગોટ ગામના કોટવાળિયા સમુદાયના ગેમલભાઈ અને જેઠાભાઇ જેવા છ કારીગરોની ટીમે અદાણી ગ્રૂપના ફેમિલી ક્લબ મેમ્બરને ભરુચના અતિથિ રિસોર્ટમાં વાંસની વસ્તુઓ બનાવવાની તાલીમ આપી હતી. મહિલા કારીગરો દ્વારા તૈયાર થયેલી ફ્લોર સાદડીઓ, યોગ સાદડીઓ, ફળની ટ્રે, બોક્સ, બાસ્કેટ, લેમ્પ્સ, ટેબલ ઘડિયાળ વગેરે વેચાણ માટે મૂકવામાં આવી હતી.
હજીરા અને દહેજ અદાણી પોર્ટના સી.ઈ.ઓ. કેપ્ટન અનિલ કિશોર સિંહ અને તેમના પત્ની ઉમા સિંઘએ વાંસકળાના વખાણ કરતા કહ્યુ હતું કે બાયોડિગ્રેડેબલ વસ્તુઓ કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે જેનો અર્થ છે કે તે વપરાશકર્તાઓ માટે વધુ સુરક્ષીત છે. પરંપરાગત પ્લાસ્ટિક હાનિકારક આડપેદાશ અને રસાયણથી બનાવવામાં આવે છે જે પર્યાવરણ અને જીવન માટે પણ ખતરો છે. ગેમલભાઈ અને જેઠાભાઈ કોટવાળિયા કહે છે કે અદાણી ફાઉન્ડેશનની મદદથી અમે પ્રથમ વખત અમારી કળાને શહેરમાં પ્રદર્શિત કરી શક્યા છીએ.
અદાણી ફાઉન્ડેશનની પહેલ : ભરૂચ ખાતે વાંસની વસ્તુઓનું પ્રદર્શન, વેચાણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો.
Advertisement