Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : દિનશા પટેલ કોલેજ દ્વારા બે દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

Share

મહાગુજરાત મેડીકલ સોસાયટી સંચાલિત દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિગ દ્વારા દિનશા પટેલ વોલીબોલ કપ સિઝન-૨નું આયોજન નડિયાદ ખાતે આવેલ સ્પોર્ટ કોમ્પલેક્ષમા આયોજન કરવામાં આવ્યું હતું. આ વોલીબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પૂર્વકેબીનેટ મંત્રી અને મહાગુજરાત મેડીકલ સોસાયટીના પ્રમુખ દિનાશા પટેલ ખાસ હાજર રહ્યા હતા.

કોલજમાં અભ્યાસની સાથે સાથે ખેલકૂદ અંગે પણ પોતાની આગવી ઓળખાણ ધરાવી વોલીબોલ ટુર્નામેન્ટ સિઝન-2નું આયોજન થયુ હતું. જેમા
રાજયભરમાંથી મહિલાઓની ૬ અને ભાઈઓની ૨૨ ટીમો કુલ મળીને ૨૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઉદ્ઘાટન સમારંભમાં સૌ પ્રથમ
દીપ પ્રાગટય કરી કોલેજના આચાર્યએ મંચસ્થ મહાનુભાવો તથા ખેલાડીઓઓનું સ્વાગત કર્યુ હતું. મહાગુજરાત મેડીકલ સોસાયટીના ચેરમેનએ આવી ઈતર પ્રવૃતિથી સ્વાસ્થ સાથે સાથે વિદ્યાર્થીઓના ટેલેન્ટ દર્શાવી ઉતરોઉતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી. મહાગુજરાત મેડીકલ સોસાયટીના પ્રમુખ દિનશા પટેલે દીકરીઓએ પણ વોલીબોલ ટીમમાં ભાગ લઈ સ્ત્રી શકિતનું ખૂબ જ ઉમદા ઉદાહરણ પૂરું પાડી અભિનંદન પાઠવ્યા હતા. દિનશા પટેલ નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર ભાવિક સેલતે પણ આ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મહાગુજરાત મેડીકલ સોસાયટીના ચેરમેન ભાસ્કરભાઈ દેસાઈ, આચાર્ય વિરેન્દ્ર જૈન તથા આયોજનના મંત્રી જયોત દરજી પણ હાજર રહ્યા હતા. સમારંભના અંતે ટુનામેન્ટના ઓર્ગેનાઈઝીન સેક્રેટરી જયોત દરજીએ મંચસ્થ મહાનુભાવો, કોલેજના ડાયરેકટર આચાર્યનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૧ કેસો નોંધાતા કુલ કેસનો આંક ૫૦૯ થયો.

ProudOfGujarat

વડોદરામાં ઘરકામ કરતી મહિલા 7 લાખના દાગીના ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ મતદાતા ચેતના અભિયાન હેઠળ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!