હાંસોટ તાલુકા બી.આર. સી.કક્ષાનો વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન હાંસોટ તાલુકાના આમોદ ખાતે આવેલ ગુરુકુળ આમોદ શાળામાં માનનીય અંકલેશ્વર હાંસોટ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના અધ્યક્ષતા હેઠળ યોજાયો. આ પ્રસંગે હાંસોટ તાલુકા પ્રમુખ ગેમલસિંહ પટેલ, ઉપપ્રમુખ સંગીતાબેન સોલંકી, સંગઠનના ઉપપ્રમુખ ઉર્મિલાબેન પટેલ, હાંસોટ લાઈઝન અધિકારી ડૉ. માર્કડકુમાર આર. માવાણી,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, બી. આર. સી. કૉ-ઓર્ડિનેટર અશોકભાઈ પટેલ, ગુરુકુળ આમોદ શાળાના ટ્રસ્ટી કીર્તિસિંહ વશી, માધ્યમિક અંગ્રેજી શાળા ગુરુકુળ આમોદના આચાર્યા અર્પણા ગુપ્તા, ગુરુકુળ આમોદ ગુજરાતી શાળા આચાર્ય સુનિલભાઈ રાઠોડ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.
વાલીગણ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક – ગાંણિતિક સુષુપ્ત શક્તિઓ અને સર્જનશીલતાને પ્રોત્સાહિત કરવા તેમજ વૈજ્ઞાનિક અભિગમ, વલણ, આત્મવિશ્વાસ તથા કૌશલ્યોનો વિકાસ કરવા તેમજ બાળકોની અભિરૂચી વિજ્ઞાન તરફ જાગ્રત બને, તેઓ નવા સંશોધન સમજે અને વૈજ્ઞાનિક બનવાની વૃત્તિ બાળવિજ્ઞાનીમા જાગૃત થાય તે હેતુસર વિજ્ઞાન – ગણિતના સથવારે અને ટેકનોલોજીની કેડીએ જગતને નવી રાહ ચિંધવા બાળ વૈજ્ઞાનિકોએ વિભાગ મુજબ કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું.ગુરુકુળ આમોદ શાળાના ટ્રસ્ટી, આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફગણને સુંદર આયોજન બદલ હાંસોટ બી. આર. સી. કૉ-ઓર્ડિનેટર અશોકભાઈ જે. પટેલે અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર બાળકોને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.અંતે ગુરુકુળ માધ્યમિક અંગેજી શાળાના આચાર્યા અર્પણા ગુપ્તાએ આભારવિધિ કરી હતી.
હાંસોટ તાલુકા બી. આર. સી. કક્ષાનો વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ આમોદ ગુરુકુળ શાળા ખાતે યોજાયો.
Advertisement