વડોદરાના વુડા સર્કલ ખાતે છાશવારે થતાં અકસ્માતોના કારણે અનેક લોકોને ગંભીર ઇજા થઈ છે અનેક ઘટનામાં તો ઈજાગ્રસ્તો મોતને પણ ભેટ્યા છે ત્યારે આ અકસ્માત ઝોનનો પ્રશ્ન નિવારવા છેલ્લા અનેક વર્ષોથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર મુહિમ ચલાવી રહ્યા છે. વુડા સર્કલ ખાતે ઝેબ્રાક્રોસિંગ બનાવવા સાથે ટ્રાફિક સિગ્નલ મૂકી ત્યાં સીસીટીવી બનાવવા સહિતની માંગણીઓ વારંવાર કર્યા બાદ પણ રજૂઆતો ધ્યાને ન લેવાતા ગઈકાલે તેઓ ઉપવાસ પર બેઠા હતા. સામાજિક કાર્યકર વુડા સર્કલ ખાતે ઉપવાસ પર બેઠા હોવાની જાણ પોલીસને થતા પોલીસે કમલેશ પરમારની અટકાયત કરી હતી ત્યારે તે અટકાયતના વિરોધમાં અને અકસ્માત ઝોનના પ્રશ્નનું નિરાકરણ આવે તે હેતુસર રજુઆત કરતું આવેદનપત્ર આજે કમલેશ પરમાર સામજિક કાર્યકરે જિલ્લા સેવા સદન કચેરી ખાતે સુપ્રત કર્યું હતું. તેઓની સાથે રજૂઆત કરવા માટે અન્ય સામાજિક કાર્યકરો પણ જોડાયા હતા.
વડોદરાના વુડા સર્કલ ખાતે અકસ્માત ઝોનના પ્રશ્નનું નિરાકરણ લાવવા આવેદનપત્ર પાઠવાયું.
Advertisement