ભરૂચના ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં ચોકડીથી સર્કિટ હાઉસ તરફ જવાના સર્વિસ રોડ પર અવારનવાર ગેરકાયદેસર પાર્કિંગ થતા વાહનો અંગે સ્થાનિક અગ્રણી વિરપાલસિંહ અટોદરિયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક અગ્રણીનું જણાવવું છે કે ઝાડેશ્વર ચોકડીથી સર્કિટ હાઉસ તરફના સર્વિસ રોડ પર ગેરકાયદેસર રીતના ઘણાં ટ્રાન્સપોર્ટરો દ્વારા રોડ પર જ તેઓના વાહનો પાર્ક કરવામાં આવે છે. જેના કારણે સોસાયટી તરફ અવરજવર કરનાર વાહન ચાલકોને જાનહાની સામનો કરવાની પરિસ્થિતિનો નિર્માણ થાય છે, જે અંગે અવારનવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે ટ્રાફિક વિભાગ દ્વારા ઢીલાશ દાખવવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા શહેર સી ડિવિઝન પોલીસમાં લેખિતમાં રજુઆત કરી આ પ્રકારે ઉભા રહેતા અને જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા ટ્રાસ્પોટરો સહિતના વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. 99252 22744